Abtak Media Google News

 ‘કાબે અર્જુન લુંટયો વહી ધનુષ વહી બાણ’

આઈપીએલ-૨૦૧૯ની સિઝન આ વખતે ઘણી ટીમોને ફળી છે જયારે આરસીબીને સહેજ પણ ફળી નથી. કહેવામાં આવે છે કે, ક્રિકેટ એક જેન્ટેલમેન ગેમ છે અને તે પૂર્ણતહ માનસિક સ્થિતિના આધાર પર રમાતી હોય છે ત્યારે ટીમ ઈન્ડિયાને એક અલગ જ સ્થાન પર મુકનાર શુકાની વિરાટ કોહલીની હાલત ખુબ જ દયનીય થઈ ગયેલી છે. કારણકે આઈપીએલની શરૂઆતમાં જ વિરાટની માનસિક હાલત ખુબ જ દયનીય લાગી રહી હતી જેની અસર ટીમ ઉપર પણ જોવા મળી રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અત્યારે ખુબ જ ઈનબેલેન્સ હોય તેવું લાગી રહ્યું છે. આખી ટીમનો આધાર માત્ર ને માત્ર વિરાટ કોહલી અને એબી ડિવિલયર્સ ઉપર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આરસીબીની સતત છઠ્ઠી હારથી વિરાટ કોહલીની માનસિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ છે અને એવું પણ લાગી રહ્યું છે કે, આઈપીએલની સીઝન વહેલી પુરી થાય. આઈપીએલ પૂર્ણ થાય બાદ સીધો વિશ્ર્વકપ રમાવવામાં આવશે ત્યારે જો વિરાટની માનસિક સ્થિતિ નબળી રહેશે તો તેની સીધી અસર ટીમ ઈન્ડિયા ઉપર પડે તો નવાઈ નહીં ત્યારે દિલ્હી કેપીટલ સામે હાર્યા બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, દરેક હાર માટે કોઈ બહાનું આપવું તે યોગ્ય નથી અને ટીમની નબળાઈના કારણે ટીમ વિજય થઈ શકતી નથી ત્યારે હવે એવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે કે, આરસીબીને પ્લે ઓફમાં પહોંચવા માટે અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડશે.

કલકતા નાઈટ રાઈડર્સની શુઝ-બુઝ ભરી રમતથી રાજસ્થાન રોયલ્સને ૮ વિકેટે પરાજય આપ્યો

ઈન્ડિયન પ્રિમીયર લીગ-૨૦૧૯ની ૨૧મી મેચ કોલકતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી જેમાં રાજસ્થાન રોયલ્સે ૧૪૦ રનનો લક્ષ્યાંક કે.કે.આર.ને આપ્યો હતો જેમાં કલકતા નાઈટ રાઈડર્સે ૧૩.૫ ઓવરમાં ટાર્ગેટ ચેસ કરીને ૮ વિકેટે મેચ જીતી લીધો હતો. ક્રિસ લીન અને સુનિલ નારાયણે પ્રથમ વિકેટ માટે ૯૧ રન ઉમેર્યા હતા જેમાં ક્રિસ લીને ૫૦ અને નારાયણે ૪૭ રન કર્યા હતા. બંને ખેલાડીઓએ પાવર પ્લેમાં ૬૫ રન કરીને રાજસ્થાન રોયલ્સને મેચમાંથી બહાર કરી દીધું હતું. જેમાં રાજસ્થાન રોયલ્સ માટે શ્રેયસ ગોપાલે ૨ વિકેટ ઝડપી હતી. આ જીત સાથે કેકેઆર પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને જયારે રાજસ્થાન સાતમાં ક્રમે પહોંચ્યું છે. મેચમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખુબ જ ધીમી રહી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે મેચ રમાવવામાં આવ્યો હતો જે બેટીંગ વિકેટ હોવા છતાં રાજસ્થાન રોયલ ખુબ જ ધીમી રમત રમ્યું હતું જેના કારણે ટીમ વિપક્ષી ટીમને ૧૪૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.