Abtak Media Google News

ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેન્કે લીધો આ નિર્ણય

આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) એ તેની દ્વિમાસિક નાણાકીય નીતિન  સમીક્ષામાં રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો છે. હવે ઘર અને લોન લેનારાઓને ઇએમઆઈનો બોજો હળવો થશે.

ત્યારે આરબીઆઇએ ભેટ આપી છે, હવે NEFT-RTGS ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ(આરટીજીએસ) અંતર્ગત 2 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમને ટ્રાન્સફર કરી શકાય છે. તેના દ્વારા તરત જ ફન્ડ ટ્રાન્સફર થઈ જાય છે. નેશનલ ઈલકેટ્રોનિક ફન્ડ્સ ટ્રાન્સફર દ્વારા રકમ ટ્રાન્સફર કરવા માટે ન્યુનતમ સીમા નક્કી નથી. તેના દ્વારા ફન્ડ ટ્રાન્સફરમાં અડધાથી એક કલાક સુધીનો સમય લાગે છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ આરટીજીએસ દ્વારા ટ્રાન્ઝેક્શન પર હાલ 5 રૂપિયાથી 51 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. એનઈએફટી પર 1 રૂપિયાથી 25 રૂપિયા સુધીની ફી લાગે છે.

શું છે RTGS?

આરટીજીએસ એટલે કે રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ કે જેના દ્વારા રીઅલ ટાઇમમાં મની ટ્રાન્સફર કરીશકાય. આ સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે મોટા પ્રમાણના ટ્રાન્ઝેક્શન માટે વપરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.