Abtak Media Google News

લઘુ અને મધ્યમ ઉદ્યોગ કંપનીઓનો ૨૫ કરોડ રૂ. સુધીની લોનમાં દેવા માફી યોજના કરવાનો રીઝર્વ બેંકનો તમામ બેંકો અને ફાયનાન્સ કંપનીઓને પરિપત્ર

નોટબંધી, જીએસટી જેવા કડક કાયદાના કારણે આર્થિક સંકટમાં આવી ગયેલા દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને જીવંત રાખવા રીઝર્વ બેંકે રાહત પેકેજની જાહેરાત કરી છે.આ પેકેજ મુજબ જીએસટીમાં રજીસ્ટર્ડ થયેલા અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ઉદ્યોગકારોની ૨૫ કરોડ રૂ. સુધીની બેંકો અને ફાયનાન્સ કંપનીઓનાં દેવામાં રાહત આપવામાં આવશે. પરંતુ આ રાહત બેડલોન જાહેર થયેલી ન હોય તેવા ઉદ્યોગકારોને જ અપાશે.

આ અંગે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ મંગળવાર મોડી સાંજે દરેક બેંકો અને એનબીએફસીને જારી કરેલા એક પરિપત્રમાં જણાવાયું છે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતીય અર્થતંત્રનું એક મહત્વપૂર્ણ ઘટક છે અને દેશના કુલ ઘરેલુ ઉત્પાદન, નિકાસ, ઔદ્યોગીક ઉત્પાદન અને રોજગારી સર્જન કરવામાં અગત્યનું યોગદાન આપી રહ્યા છે. આ ક્ષેત્રની કંપનીઓનું મહત્વ સમજીને તેને ટકાવી રાખવા કેટલાક જરૂરી પગલા લેવા જરૂરી છે.

નોટબંધી અને જીએસટી ટેકસના અમલીકરણનાં કારણે વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત લઘુ અને મધ્યમ કંપનીઓને ખરાબ અસર થઈ છે. તેમાં પણ આઈએલ એન્ડ એફ એસ કંપનીએ દેવાળુ ફૂંકયા બાદ આવી કંપનીઓને અપાતી બેંક ક્રેડીટનું પ્રમાણ ઘટયું છે. જેના કારણે નોન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ મુંજાઈ જવા પામી છે. જેના કારણે એનબીએફસીની લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ આપવાની ક્ષમતામા ઘટાડો થયો છે.

બેંકરોના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રે તરલતાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે બેકોના આત્મ વિશ્વાસમાં ઘટાડો થયો છે. બેડ લોનના લીધે આ સ્થિતિ વધુ બગડવા પામી છે. જીએસટીમાં નોંધણી કરનારા લઘુ અને મધ્યમ કંપનીઓને મદદ કરવાના રિઝર્વ બેંકના આ નિર્ણયથી આ ક્ષેત્રમાં ઔપચારીકકરણની ત્વરિતતા વધવાની સંભાવના ઉભી થઈ છે. જે આ પ્રકારના ઉદ્યોગોને ધિરાણ આપવા માટે બેંકોની ક્ષમતામાં સુધારો કરશે જીએસટીની વિગતોની પ્રાપ્તીથી બેંકો એસએસએમઈના રોકડ પ્રવાહ અને ધિરાણ ક્ષમતા વિશે વધુ સારી માહિતી આપશે. આ યોજનાના સંદર્ભમાં ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં પુન:રચનાનું અમલીકરણ કરવું આવશ્યક છે. બેંકોને આ પૂર્નગઠીત લોન માટે ૫ ટકાની જોગવાઈ કરવાની જરૂર પડશે. દરેક બેંક અને એનબીએફસીએ આ યોજના માટે બોર્ડ મંજૂરી સાથે એક નીતિ ઘડવી જોઈએ જીએસટીમાંથી મૂકિત ન ધરાવતા લઘુ અને મધ્યમ કંપનઓને પૂનર્ગઠનની તારીખે જીએસટીએન પર નોંધણી કરાવવાની જ‚ર રહેશે.

રિઝર્વ બેંકના સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ૧૨ ફેબ્રુઆરીના રોજ તમામ લોન પૂનર્ગઠન યોજના સાથે દૂર કરવામાં આવતા તેના પરિપત્ર સાથે આ પરીપત્રમાં વિરોધાભાસ નથી સુત્રોએ જણાવ્યું હતુ કે લઘુ અને મધ્યમ કંપનીઓને લોન રીસ્ટ્રકચરીંગ યોજના હુકમ રૂ.૨૫ કરોડ સુધીના લોન્સ માટે લાગુ પડે છે. જયારે ૨૫ ફેબ્રુઆરીથી વધુ લોનવાળા દેવાદારોને ફેબ્રુઆરી ૧૨ પરિપત્ર લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.