ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણ કાર્યરત કરવા રો-મટીરીયલ અને મેન પાવનની પૂરેપૂરી આવશ્કતા: રાજેશભાઇ શાહ

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

અવીનાશ સ્ટીલ ઇન્ડસ્ટ્રીના માલિક રાજેશભાઇ શાહએ અબતક સાથેની ખાસ મૂલાકતમાં જણાવ્યુ હતુ કે, લોકડાઉન બાદ જો સંપૂર્ણ પણે ઇન્ડસ્ટ્રીન કાર્યરત કરવી હોઇ તો છે.

આ પરીસ્થિતીમાં માનવ શકિત અને કૌશલ્યશકિત જરૂરી છે. તેની પાછળ અને ઘણા પરીબળો માટે વીજબીલ, વેટ ટેપો, યૂનીટ જેવા કેટલા ક્ષેત્રે રાહત મૃત્વાયે અવસ્થા જોવી ના પડે શકે. તેમજ એબ પાસેથી મળે જે એકટેશન મળ્યુ છે ત્રણ મહિનાનુ તેમા પણ વધારો અને વ્યાજમાં રાહત કરી આપે એ પણ એમએસેમી ઉદ્યોગ માટે ખૂબ જરૂરી છે. પરીવહનનુ શકય તેટલુ છૂટછાટ અને મંજૂરી મળી રહે અને તે પણ શકય તેટલી ઝડપથી કાર્યરત થઇ શકે તો રોમટીયલની પણ જરૂર પૂરી થવા લાગે રાજ્યની અંદરનુ પરીવહન પણ શકય એટલુ જરૂરી અને નાના મોટા દરેક ઉદ્યોગ એક બીજા સાથે સંકલન કરવામાં પણ સક્ષમ બની શકે છે.

Loading...