Abtak Media Google News

 

IPL૨૦૧૮માં મંગળવારે વિરાટ કોહલીની ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને રોહિત શર્માની ટીમ (મુંબઇ ઇન્ડિયન્સ)ની મેચ રોમાંચક રહી અને બંને ટીમોના કેપ્ટનનું શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જ્યાં ૯૪ રનની ઇનિંગ કરી ત્યારે વિરાટ કોહલીએ ૯૨ રન કરીને નોટ આઉટ રહ્યો. જોકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૪૬ રનની મેચ હારી ગઇ પરંતુ વિરાટે સારી ઇનિંગ રમી. વિરાટની આ ઇનિંગ જોઇને બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન ખૂબ જ પ્રભાવિત થઇ અને ટ્વીટ કરીને તેના વખાણ પણ કર્યા.

રવીનાએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યુ કે, મારું દિલ વિરાટની ઇનિંગ જોઇને બહાર આવી રહ્યું છે. એક યોદ્ધાની જેમ વિરાટ એકલા હાથે RCBની ટીમ માટે લડ્યો. તેણે શાનદાર ઇનિંગ રમી.

કોહલીની બેટિંગ પર અન્ય કેટલીક બોલીવુડની હસ્તી પણ ફિદા હતી અને તેઓએ પણ ટ્વિટ કરીને પોટનાઈ ખુશી અને ગમ જાહેર કર્યો  કારણ કે છેલ્લે કોહલી પોતાની ટીમને વિજેતા બનાવી ન શક્યો

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.