Abtak Media Google News

જૈન અગ્રણી તથા શ્રેષ્ઠી શેઠ  પ્રકાશભાઈ સંઘવી તથા જયંતિભાઈ સંઘવીએ રૂ. દોઢ કરોડ તથા અમદાવાદના ગોયલ એન્ડ કંપની દ્વારા રૂ.એક કરોડનું અનુદાન :વૈયાવચ્ચરત્ન  દિલીપભાઈ વસાના પ્રયાસોને સફળતા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર મચ્યો છે ત્યારે ભારતના વિવિધ રાજ્યોમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની ટીમની જહેમતથી આજે કોરોના વાઇરસના કેસોની સંખ્યા ઘટી રહી છે.

મુખ્યમંત્રીએ કોરોનાગ્રસ્તોના લાભાર્થે દાનની અપીલ કરતા ગુજરાતના ઉદ્યોગપતિઓ , જૈન અગ્રણીઓનો સહયોગ મળવો શરુ થયો છે. દાનની સરિતા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આવતી રહી છે.

રાજકોટના વૈયાવચ્ચરત્ન  દિલીપભાઈ વસા એ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જૈન અગ્રણીઓ તથા સમાજના આગેવાનોને દાન આપવા માટે અપીલ કરી હતી તેને અનુલક્ષીને અમદાવાદની અત્યંત નામાંકિત કંપની રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યૂબ લિમિટેડના ચેરમેન તથા મેનેજીંગ ડિરેક્ટર  પ્રકાશભાઈ એમ. સંઘવી તથા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર  જયંતિભાઈ સંઘવી (દાનવીર ભામાશા બંધુ) એ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ. એક કરોડ તથા આરોગ્યતંત્રના સૂચનથી રૂ. ૫૧ લાખ મેડિકલ સહાયમાં આપ્યા જેની મુખ્યમંત્રી એ નોંધ લીધી છે.

પ્રકાશભાઈ સંઘવી એ એક ફર્સ્ટ જનરેશન ઉદ્યોગપતિ છે. તેમના અને તેમનાં ભાઈઓ દ્વારા સ્થપાયેલી અને પ્રોમોટ કરવામાં આવેલી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યૂબસ લિમિટેડ (૧૯૮૩) આજે ભારતની એક અગ્રણી ટ્યૂબ અને પાઇપ મેન્યુફેકચરીંગ કંપની છે. કંપનીનું કામ સમગ્ર ભારત તથા વિદેશોમાં પણ ફેલાયેલું છે. કંપની ખુબ જ મોટી રેન્જ માં પાઇપિંગ સોલ્યૂશન્સ સ્ટેઈન લેસ સ્ટીલ (વેલ્ડેડ તથા કાર્બન ) તથા કાર્બન સ્ટીલ (વેલ્ડેડ ) પ્રોડક્ટ ગ્રુપમાં ઓફર કરી રહી છે

તેમની કંપની ભારતની કોર સેક્ટર ઇન્ડસસ્ટ્રેઝ જેમ કે કેમિકેલ, પેટ્રો કેમિકેલ, રિફાઇનરી, ફેર્ટીલાઈઝર,થર્મલ પાવર, ન્યુક્લેયર પાવર, ઓઇલ અને ગેસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન, સુગર, ફૂડ અને ડેરી, પેપર,ફાર્માસ્યુટીકલ, ઓટો મોબાઇલ, એરોનો ટિક્સ અને સ્પેસ વગેરેની એક અગ્રણી સપ્લાયર છે.

પ્રકાશભાઈ સંઘવી એક જૈન શ્રેષ્ઠી છે અને તેમનું વતન બનાસકાંઠા જિલ્લો , ઉત્તર ગુજરાતનું બોર્ડર પરનું એક ગામ છે. તેઓ હંમેશા ધાર્મિક તથા સામાજિક ઉત્કર્ષની પ્રવૃતિઓમાં ખુબ આગળ પડતું યોગદાન આપતા રહ્યા છે. તેઓ (જિતો)નાં ફાઉન્ડર ચીફ પેટ્રન તથા જિતો (જિતો)નાં એડમિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગ ફાઉન્ડેશનના પેટ્રન મેમ્બર છે. હાલમાં તેઓ જિતો (જિતો)નાં અમદાવાદ ચેપ્ટરના ચેરમેન છે. આ ઉપરાંત તેઓ ઘણી ધાર્મિક સંસ્થાઓ તથા ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તથા મેમ્બર છે. તેઓ સમાજ ના દરેક વર્ગોના ઉત્કર્ષ તથા ઉતથાન માટે પ્રતિબદ્ધ છે અને તે માટે તેઓ તન મન ધન થી પોતાનું યોગદાન આપી રહ્યા છે.

તેઓ જૈન કર્મવાદને માનવા વાળા છે અને તે પ્રમાણે પોતાના જીવનની કેડી ને કંડારી રહ્યા છે વૈયાવચ્ચરત્ન  દિલીપભાઈ વસાના પ્રયાસોથી અમદાવાદના ગોયલ બ્રધર્સ (ગોયલ એન્ડ કંપની)ના મુકેશભાઈ ગોયલ તથા  ત્રિલોકભાઈ ગોયલ એ તાજેતરમાં મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ એક કરોડનો ચેક મુખ્યમંત્રીનાં હાથમાં સોંપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.