ગોંડલમાં યુવાન પુત્રના આત્માના કલ્યાણાર્થે ગરીબ પરિવારોને રાશન કિટ અપાઇ

ગોંડલ ઘનશ્યામ લેબોરેટરીવાળા આશુતોષભાઈ સિયારા ના યુવાન અને તેજસ્વી પુત્ર સૌરભ નું યુવાનવયે આકસ્મિક અવસાન થતાં સિયારા પરિવારમાં દુ:ખ અને શોક ની લાગણી છવાઈ ગઈ હતી..

યુવાન પુત્ર ના પુણ્યઆત્મા ના કલ્યાણ ની ભાવના સાથે સિયારા પરિવાર ના ધર્મઅનુરાગી વડીલોના માર્ગદર્શન અને ઈચ્છા અન્વયે ગોંડલ ના જરૂરિયાતમંદ વિધવા બ્રહ્મ  પરિવારજનો ને  રાશનકીટ માં ઘઉં, ખાંડ,ચા, તેલ,ખીચડી,મગ, સાબુ,ટૂથપેસ્ટ,તુવેરદાળ સાથે કીટ તૈયાર કરી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને નિરવભાઈ ઠાકર ના સહયોગ થી વિતરણ કરવામાં આવી. વર્તમાન સમયમાં નોકરી રોજગાર માં મધ્યમ પરિવારજનો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે,તેવા સમયે આ પરિવારો ને સ્વર્ગસ્થ યુવાનપુત્ર ની સ્મૃતિમાં રાશનકીટ ની સહાય કરી સિયારા પરિવાર દ્વારા ઉમદા અને અનુકરણીય સમાજસેવા નું કાર્ય કરતા તેમના વિચાર ને બીરદાવવામાં આવેલ હતો..

Loading...