રાષ્ટ્રસંત પૂ.નમ્રમુની મહારાજે સાણંદ ખાતેથી રકતદાન કેમ્પ માટે આપ્યો પ્રેરક સંદેશ

જીવદયાપ્રેમી વસંતબેન મોદીની પુણ્યસ્મૃતિમાં કાલે રકતદાન કેમ્પ

રોટરી ગ્રેટર, આર્કેડીયા શેર્સ એન્ડ બ્રોકર્સ, થેલેસેમીયા જનજાગૃતિ સમિતિ,રેસકોર્સ પાર્ક પરિવાર અને જીવદયા ગ્રુપ દ્વારા સુંદર આયોજન

સમય મહામારીનો છે. તકલીફો ચારે તરફ છે સામે એક બીજાને સહાય કરવાનો ભાવ ધોધની જેમ વહી રહયો છે. એક બાજુ તકલીફ આવે છે તો એક બાજુ સહાય આવતી જાય છે અને એક બીજાને સહાય કરી શકાય તેવા વિચારો હુર્તા હોય છે. આ સમયમાં મારી દ્રષ્ટિમાં એવા બાળકો આવ્યા કે જે બાળકો ને જન્મથી જ શરીરમાં રકતનું સર્જન કરી શકતા નથી એવા થેલેસેમીક હજારો બાળકો લોકડાઉન પીરીયડમાં બહુ તકલીફમાં હોય છે. જેમ ભોજન નથી મળતુ એમ એવા બાળકોને ભોજનમાંથી રકત બનતું નથી. માટે જ તેમણે મહીનામાં બે થી ત્રણ વખત લોહી બદલાવવાની તાતી જરૂરીયાત હોય છે પરંતુ આવા સમયે રકતદાતાઓ ઓછા હોય છે. જેથી બ્લડ ડોનેશન ઓછુ થઈ રહયું છે. માટે જ એવા બાળકોને તકલીફ વધુ હોય છે એવું ઈન્ડીન રેડક્રોસ સોસાયટીએ મને જણાવેલ છે. તેવો સંદેશો પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજે આપ્યો હતો.

રાજકોટમાં ઉપેનભાઈ મોદી પરિવાર દવારા રકતદાન કેમ્પ કરી રહયા છે. અમારી સોને પ્રેરણા છે કયારેક ભોજન આપીને અને કયારેક ભોજન પચાવીને તેમાંથી લોહી બનતા રકતનું દાન કરીને આપણે આ સમયે કોઈની હેલ્પ કરવામાં અને કોઈની સહાય કરવામાં કોરોનાની મહામારીમાં જયાં પણ જેની અનુકુળતા હોય તેને પોતાના દેહમાંથી બીજાના દેહની સુરક્ષા માટે કંઈક અર્પણ કરવાના ભાવ સાથે પોતાના જીવનમાં અંશ બ્લડ છે તે બીજાના જીવનમાં તે અંશ કાંઈક અર્પણ કરવાના ભાવ સાથે પોતાના જીવનનાં અંશ બ્લડ છે તે બીજાના જીવનમાં તે અંશ અર્પણ કરીને તેની ખુશાલી, પ્રસન્નતા જીવનમાં સાથ, સહયોગ આપી શકે છે. અમારી પ્રે૨ણા છે વધુમાં વધુ ભાવીકો તેમની અનુકુળતા મુજબ આ યોજાનાર રકતદાન કેમ્પમાં પોતાનું અનુદાન અને અનુદાન રકત અર્પણ કરીને સહાયરૂપ બની શકે છે. એ જ અમારી મંગલ શુભ પ્રે૨ણા છે.

રકતદાન કેમ્પના આયોજકો જીવદયાપ્રેમી વસંતબેન મોદી પરીવાર, રોટરી કલબ રાજકોટ ગ્રેટર, આર્કેડીયા શેર્સ એન્ડ બ્રોકર્સ, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિત, રેસકોર્ષ પાર્ક પરિવાર અને જીવદયા ગ્રુપ રાષ્ટ્રસંત પરમ ઉપકારી પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુની મહારાજ સાહેબનો અંત:પૂર્વક આભાર માને છે. સાણંદ બીરાજતા હોવા છતા થેલેસેમીયાનાં બાળકો માટે રાજકોટનાં યોજાતા રકતદાન કેમ્પમાં થેલેસેમીયાનાં બાળકોને નવજીવન આપતું મહામુલ્ય રકત વધુમાં વધુ મળે અને તેવા બાળકોને શારીરીક તકલીફ અને પીડા ઓછી થાય તેવા શુભ આશયથી પૂજય ગુરૂદેવે આ કેમ્પને શુભસંદેશ પાઠવેલ છે. જેમનાં મુખ્ય આયોજકો ઉપેનભાઈ મોદી, મુકેશભાઈ દોશી, પૂર્વશભાઈ કોટેચા, સુનીલભાઈ શાહ, અનુપમભાઈ દોશી, રાજેન્દ્રસિંહ ગોહીલ, અપૂર્વભાઈ મણીઆર, કુણાલભાઈ મહેતા, વિરેન્દ્રભાઈ સંઘવી હદયથી પૂજય ગુરૂદેવનો આભાર માને છે. આ ૨કતદાન કેમ્પ તા. ૨૪ને ૨વિવારનાં રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૨:ઘઘ શ્રી સરસ્વતી શીશુ મંદીર સ્કુલ, ૧-મારૂતીનગર, એરપોર્ટ રોડ ખાતે યોજવામાં આવેલ છે. આ કેમ્પમાં કોરોના વાયરસનાં તમામ જરૂરી નિયમોનું પાલન કરીને સેનીટાઈઝર મશીન, માસ્ક, સોશ્યલ ડીસ્ટનસ જળવાઈ રહે તેવી બેઠક વ્યવસ્થા વગેરેની ચોકસાઈ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત હું પણ કોરોના વોરીયર્સ છું તે માટે એક સુંદર સેલ્ફી ઝોન પણ સ્થળ ઉપર ઉપલ્બધ કરવામાં આવેલ છે.

Loading...