Abtak Media Google News

રંગોળી કલ્પના અને ગૃહસુશોભનની એક અનોખી કળા છે. ભારતીય સંસ્કૃતિમાં રંગોળીઓ આલેખાતી રંગબેરંગી ભાત-ભાતની રંગોળીઓ આલેખાતી જોવા મળે છે. ત્યારે જી.કે. ધોળકિયા સ્કૂલ પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી અંગ્રેજી માધ્યમના વાલીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કલાત્મક રંગોળીએ જેવી કે રાધા-કૃષ્ણ, મોર, રામ-સીતા, ગણેશજી તથા કુદરતી દ્રશ્ય વગેરે બનાવી આપણી પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે સ્કૂલના આંગણાને સુશોભિત બનાવ્યું હતું. આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયાએ વાલીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.