Abtak Media Google News

ક્રિકેટમાં બેટનું અનેરૂ મહત્વ : ખેલાડીઓને કયાં પ્રકારની રમત રમવી છે તેના પર બેટની કરાય છે પસંદગી

કહેવાય છે કે ક્રિકેટ ઈઝ અ મેન્ટલ ગેમ ત્યારે ક્રિકેટમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય તો તે ખેલાડીઓના બેટ માનવામાં આવે છે. બેટને લઈ અનેકવિધ સંશોધનો પણ જોવા મળ્યા છે અને નવીનતમ બેટો પણ ક્રિકેટમાં ખેલાડીઓ દ્વારા ઉપયોગમાં લેવાયા છે ત્યારે હાલ બીગ બેસ લીગમાં એડીલેડ સ્ટ્રાઈકર ટીમ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના ખેલાડી રસિદ ખાને કેમલ બેટનો ઉપયોગ કર્યો છે જે ભારતમાં રમાતી આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રિમીયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા કેમલ બેટનો ઉપયોગ જોવા મળશે તેવું સુત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

7537D2F3 24

સૌપ્રથમ વખત બીગ બેસ લીગમાં ઉપયોગમાં લેવાયેલા કેમલ બેટના માધ્યમથી રસિદ ખાને ૧૬ બોલ રમી ૨૫ રન નોંધાવ્યા હતા જેમાં બે બાઉન્ડ્રી અને બે સિકસ પણ ફટકારી હતી. કેમલ બેટ વિશે જો માહિતી લેવામાં આવે તો બેટમાં એક-એક સેન્ટીમીટરનું પણ મહત્વ રહેતું હોય છે જેથી ખેલાડીઓ માટે બેટ અત્યંત મહત્વપૂર્ણ હથિયાર માનવામાં આવે છે ત્યારે કેમલ બેટ પર જો વિશ્ર્લેષણ કરવામાં આવે તો કેમલ બેટનો પાછલો ભાગ ઉંટનાં આકાર હોવાથી ખેલાડીઓને સ્ટોક રમવામાં ખુબ સરળતા પડે છે. નોર્મલ ક્રિકેટ બેટમાં બેટનો નીચલો ભાગ શોર્ટ રમવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને મુખ્યત્વે ખેલાડીઓ તેજ ભાગનો ઉપયોગ કરતા હોય છે પરંતુ જયારે બોલ બેટના મધ્યના ભાગમાં અથડાતો હોય છે ત્યારે કોઈપણ પ્રકારનો પાવર જનરેટ ન થતા ઘણીખરી વખત ખેલાડીઓએ તેમની વિકેટ પણ ગુમાવવી પડે છે. કેમલ બેટ આવવાથી જે બેટના મધ્યમ ભાગમાં બોલ લાગવાથી ખેલાડીઓની જે વિકેટ પડતી હતી અને ખેલાડીઓને રમવામાં જે તકલીફ પડતી હતી તે હવે નહીં પડે. ઘણા સમય પહેલા ક્રિકેટનાં ઈતિહાસમાં ડેનિશ લીલીએ એલ્યુમીનીયમ બેટનો ઉપયોગ કર્યો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટસમેન મેથ્યુ હેડને પણ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી મંગુશ બેટનો ઉપયોગ કર્યો હતો. ક્રિકેટ બેટ ખેલાડીઓને કયા પ્રકારની રમત રમવી છે તેના પર આધારીત હોય છે. લોંગ હેન્ડલ બેટ ખેલાડીઓ રમવાનું ત્યારે જ પસંદ કરે છે જયારે ખેલાડીઓએ લોફ ટેડ શોટ રમવો હોય ત્યારે જે કોઈ ખેલાડીઓએ ડિફેન્સીવ રમત રમવી હોય તો તેઓ શોર્ટ હેન્ડલ બેટનો ઉપયોગ કરે છે જેનો મતલબ એ છે કે, ક્રિકેટમાં બેટનો ઉપયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.

અફઘાનિસ્તાન તરફથી રમી રહેલા રસિદ ખાન એક વિસ્ફોટક બોલરની સાથોસાથ વિસ્ફોટક બેટસમેન પણ છે જે એકલા હાથે ટીમને વિજય સુધી પહોંચાડવા માટે સક્ષમતા ધરાવે છે ત્યારે બીગ બેસ લીગમાં તેને જે કેમલ બેટનો ઉપયોગ કર્યો છે ત્યારે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન તે બેટ પર પડયું છે જેથી આગામી ૨૦૨૦માં આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમતા રસિદખાન કેમલ બેટનો ઉપયોગ કરતા નજરે પડશે અને રનનો વરસાદ થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.