Abtak Media Google News

૩૦૦ વર્ષથી યુરોપના શાહી પરિવારના લકી ચામર બનનાર ડાયમંડની ૧પમી મેએ નીલામી

આંધ્રપ્રદેશની ગોલકોંડાની ખાણમાંથી ૩૦૦ વર્ષ પહેલા મળી આવેલો રેર બ્લૂ ડાયમંડ એક સમયે યુરોપના શાહી ભંડોળનો અમુલ્ય હિસ્સો હતો. આ ડાયમંડની સ્ટીટઝલેન્ડમાં નીલામી ૩૦ કરોડથી શરુ કરવામાં આવશે જે પ૦ કરોડ સુધી પહોચવાની આશા છે. ઓકશન હાઉસના આધારે ડાર્ક બ્લુ ડાયમંડને સૌથી પહેલા સ્પેન્ના રાણી એબિઝબેથને રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્લુ ડાયમંડ સ્પેન, ફ્રાંસ, ઇટલી અને ઓસ્ટ્રીયાના ચાર શાહી પરિવારમાં ફરતો રહ્યો.

૩૦૦ વર્ષથી આ ડાયમંડ વિશે નજીકના સગા સિવાય કોઇને જાણ ન હતી, આટલા વર્ષોથી તેને રોયલ બકસામાં સાંચવીને રખાયો હતો. ૧૭૨૦ માં બ્રાઝીલની શોધ પહેલા ભારતની ગોલકોન્ડાની ખાણ બ્લુ ડાયમંડ માટેનો એકમાત્ર વિકલ્પ હતો. રેર બ્લુ ડાયમંડને હાથમાં પકડવાનો લ્હાવો અદભુત છે. કારણ કે સદીઓ પહેલા આ અમુલ્ય ડાયમંડ શોધાયા હતા. રાજપરીવારો પોતાના પ્રસંગમાં અથવા ખુશ થઇને એકબીજાને અમુલ્ય ભેટ આપતા હોય છે. એવામાં આ ડાયમંડ પણ ચાર શાહી પરિવારમાં રજવાડી ઠાઠ જોઇ ચુકયો છે.

૬.૧૬ કેરટનાં મૂળ ભારતીય ડાયમંડે યુરોપના ઇતિહાસમા સદીઓનો સમય પસાર કર્યો છે. તેના કલરને કારણે ઐતિહાસિક ગોલકોન્ડાની ખાણો પ્રસિઘ્ધ થઇ હતી. બ્લુ કલરના આ ડાયમંડને આશાનો ડાયમંડ એટલે કે હોય પણ કહેવામાં આવે છે. રાજવી પરીવારમાં આ ડાયમંડને ખુબજ પ્રેમ મળ્યો. સોધબાપ આંતરરાષ્ટ્રીય જવેલરી ડિવીઝનના ચેરમેન દેવીડ બેનેટ જણાવ્યું હતું કે ૧૭મી તેમજ ૧રમી સદીમાં બ્લુ કલરને શાહી રંગ માનવામાં આવતો હતો માટે યુરોપ માટે શુભ રહ્યો હતો.

૧૭મી તેમજ ૧૮મી સદીમાં બ્લૂ ડાયમંડ શાહી બહુમુલ્ય ભેટ માનવામાં આવતી હતી. સોથેબાય યુરોપના ચેરમેન ડો. ફિલીપ હર્ઝોગ વોને જણાવ્યું હતું કે બ્લુ ડાયમંડ ઇતિહાસના સૌથી ઐતિહાસિક ડાયમંડમાનું એક છે. ભારતીય ડાયમંડને આવતા મહિના બાદ તેના અસલી માલીક મળી જશે મે ૧પ ના રોજ આ ઓકશન યોજનાર છે. ત્યારે તેની કિંમત ૫૦ કરોડસુધી જઇ શકવાની આશા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.