Abtak Media Google News

આરોપીએ સગીરા સાથે લગ્ન કરી લેતા અને બન્નેને સંતાનો થતા; પરિવારના હિતમાં ગુજરાત હાઈકોર્ટે બળાત્કારની  ફરિયાદ રદ્દ કરી: આ ચૂકાદાને બળાત્કાર કેસમાં માર્ગદર્શક ચૂકાદો ન માનવા તાકિદ કરી

બળાત્કાર સાંપ્રદ સમાજની એક ખૂબજ ગંભીર સમસ્યા બનીને દેશની સામાજીક વ્યવસ્થા સામે પડકારરૂપ બની રહી છે. બળાત્કારી પિડીતાનું જીવન મૃત્યુ સમાન બની જાય છે. દેશમાં ખૂબજ  આઘાત ફેલાવનારા નિર્ભયા  બળાત્કારકાંડ બાદ બળાત્કારીઓને તો ફાંસીના માંચડે ચડાવી દેવા જોઈએ તેવી લાગણી ઉભી થઈ હતી. સરકાર પણ બળાત્કાર અને મહિલા અત્યાચાર કાયદા સામે સંશોધન કરીને બળાત્કારીઓને આકરી સજા મળે તેવી હિમાયત કરી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં બળાત્કારની ફરિયાદમાં ભોગ બનનારી સગીર પિડીતા અને પાછળી પત્ની બનેલી મહિલાના સમર્થનની હાઈકોર્ટે બળાત્કારના આરોપી વિરુધ્ધની ફરિયાદ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે આ નિર્ણયને બળાત્કાર કેસમાં આરોપી સામે કેસ પાછો ખેંચી લેવા માટે માર્ગદર્શક ચુકાદો હરગીજ ન ગણવાની તાકિદ પણ કરી છે.

ગુજરાત હાઈકોર્ટે બળાત્કારની ફરિયાદ રદ્દ કરવાના આપેલા ચૂકાદાની વિગતોમાં ગીર-ગઢડાના માનસિંહ બાંભણીયા સામે ૧૫ વર્ષની સગીર કિશોરી પર બળાત્કાર ગુજાર્યાના દસ વર્ષ પહેલા ફરિયાદ થઈ હતી. આ મામલામાં આ ફરિયાદ રદ્દ કરવાની હાઈકોર્ટે મંજૂરી આપી હતી પરંતુ સાથે-સાથે એવી તાકિદ કરવામાં આવી હતી કે, આ નિર્ણયને ઉદાહરણ ગણી માર્ગદર્શન ચૂકાદો ગણવાનો નથી. હાઈકોર્ટે માનસિંગ બાંભણીયા સામેનો કેસ રદ્દ કરવાનો નિર્ણય એટલા માટે લીધો કે આ મામલામાં કેસ રદ્દ કરવા માટેના હિમાયતીઓમાં બીજુ કોઈ નહીં પણ ખુદ બળાત્કારનો ભોગ બનેલી પિડીતાએ માનસિંગ સામે ફરિયાદ રદ્દ કરવા ટેકો આપ્યો હતો.

બળાત્કાર ફરિયાદી અત્યારે આરોપીની પત્ની છે અને બે સંતાનોની માતા છે. પિડીતા પોતે બે બાળકોના પરિવાર સાથે કોર્ટમાં હાજર થઈ હતી અને કહ્યું હતું કે તે હવે કેસના આરોપી માનસિંગ બાંભણીયા સાથે ગાઢ પ્રેમમાં છે. મહિલાએ એક સોગંદનામુ રજૂ કરીને જણાવ્યું છે કે, માનસિંગ બાંભણીયા સાથે હવે તે લગ્ન કરીને સુખી છે.

આ કેસમાં ગીર-ગઢડાના પોલીસ સ્ટેશનમાં માનસિંહ બાંભણીયા સામે ૧૫ વર્ષની કિશોરી પર બળાત્કાર કર્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં માનસિંગ કેટલીક વખત જેલમાં પણ રહ્યો હતો. ત્યારબાદ સામાજીક રીત-રિવાજો મુજબ બન્નેએ લગ્ન કરી લીધા હતા અને ૨૦૧૩માં મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ શ‚રૂ થયેલા ઘર સંસારના ભાગ‚પે દંપતિને બે બાળકો પણ છે. કોર્ટને તેમણે જણાવ્યું હતું કે, તેમના સંસ્કાર સુખી છે અને તેથી બળાત્કારના કેસ રદ્દ થવો જોઈએ. આ કેસમાં પીડિતાના પિતા હજુ આ લગ્ની સંતોષનો અનુભવ ની કરતા અને તેથી તે આ કેસ રદ્દ કરવાની તરફેણમાં ન હતા. ધારાશસ્ત્રી ઉર્મિલા દેસાઈએ કોર્ટને રજૂઆત કરી હતી કે જો કેસ રદ્દ નહીં થાય તો દંપતિ અને તેના બાળકોને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડશે.  રાજ્ય સરકારે તેમ છતાં અદાલતમાં એવી દલીલ કરી હતી કે, આ મામલામાં ભોગ બનનાર પિડીતા બળાત્કાર સમયે સગીર વયની હતી. અદાલતે આ કેસ ખૂબ જ અધ્યયન કરીને એફઆઈઆર રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કેસમાં સાંયોગિક પુરાવાઓ અને કાયદાની જોગવાઈઓની સાથે-સાથે ખાસ કિસ્સામાં લગ્ન જીવનની સલામતિ, ભોગ બનનાર મહિલા અને બે બાળકોના ભવિષ્ય જોડાયેલા હોવાથી આ કેસ લગ્નજીવન સાથે સંકળાયેલો છે અને બાળકોના વિકાસને અસર કરતો હોવાથી રદ્દ કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે ગીર-ગઢડાના માનસીંગ બાંભણીયા સામેનો બળાત્કારની ફરિયાદ રદ્દ કરવાની આપેલી મંજૂરીની સાથે સાથે એવી તાકીદ કરી અને બળાત્કારની ફરિયાદો પાછી ખેંચી શકાય તે માટે આ કેસને દાખલા‚પ ગણવાનો નથી. માનસિંગ બાંભણીયાએ સગીર કિશોરી સો બળાત્કાર કર્યાની બાદ પાછળી પિડીતા સો માનસિંગે લગ્ન કરી લીધા હતા અને દંપતિને બે બાળકો પણ છે. બળાત્કારીમાંથી પતિ બનેલા માનસિંગ સામેની ફરિયાદ રદ્દ કરવાની બચાવપક્ષની અરજીમાં ખુદ ભોગ બનનારે પણ આ ફરિયાદ રદ્દ કરવાની કરેલી વિનંતી માનસિંગ માટે મુક્તિનું કારણ બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.