Abtak Media Google News

ભોગ બનનાર લોકો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ ફરિયાદ નોંધવા અરજી કરાય

જાફરાબાદની સહારા, યુવા નીધિ કંપની લિમિટેડ, વિશ્વામિત્ર કંપની, મહેક ઈન્ડિયા ગ્રુપ કંપની સહિતની ખાનગી ધિરાણ કંપનીઓ દ્વારા મજૂરી  કરી ગુજરાન ચલાવતા લોકોને તેમની જાફરાબાદ ખાતેની ઓફીસો મારફતે મોટી રકમ પોતાની સ્કીમમાં રોકાણ કરાવી ફરાર થયેલ હોય તેની ફરિયાદ નોંધાવવા માટે જાફરાબાદ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે આ કંપનીઓ જાફરાબાદમાં આવી તેમના પ્રતિનીધીઓ, કર્મચારીઓ મારફત જુદી જુદી યોજના હેઠળ લોકો પાસેથી મોટી રકમનું ઉધરાણું કરી લોકોના વિશ્વાસનો ભંગ કરી, નાણાની ઉચાપત કરી ફરાર થઈ ગયેલ છે . અમારા રહેણાક વિસ્તારમાં ગામની ભોળી પ્રજાને લાલચમાં નાની મોટી રકમનું ઉપરાણું કરી ફરાર થઈ ગયેલ છે અને આ વ્યકિત કોણ છે ? ક્યાંથી આવી છે? તે તમામ હકીકતો આરોપી જાણે છે. જેથી તેઓ તથા તેમની કંપનીનાં ડીરેકટર બોર્ડ ની ફરીયાદના કામે ધરપકડ કરી કાનુની રાહે ધટતા પગલા લેવામાં આવે આ કામનાં આરોપીઓ દ્વારા ભૂતકાળમાં પોલીસ રક્ષણ મળવા અરજ પણ કરવામાં આવેલી છે. તથા તેઓ જવાબદારીમાંથી છટકવા માટે થઈ નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવાનો પત્ર પણ રજુ થયેલ છે . આમ , સમગ્ર હકીકતને લક્ષમાં લઈ જવાબદારોને પકડી કાનુની પગલા લેવા અમારી લેખીત ફરીયાદ સાથે રજુઆત છે. માંગણી: સબબ , ફરીયાદ છે કે, “આ સાથે સામેલ યાદી અનુસાર જાફરાબાદ શહેરના પ્રજાજનો પાસેથી પ્રતિ ૧ પ્રજાજનો મુજબ રૂા.૧,૦૦,૦૦૦/ થી શરૂ કરી આશરે રૂા.૧૦,૦૦,૦૦૦/- જેવી રકમનું ઉપરાણું થયેલ હોય અને દરેકનાં નાણાની વિશ્વાસ , ખાત્રી , ભરોસો આપી ઠગાઈ કરી નાણાની ઉચાપત કરી આરોપીઓ જતા રહેલ હોય , પ્રજાના લાખો રૂપિયા લઈ જવા બદલ સામાવાળાઓને પકડી જરૂરી તપાસ કરી ભારતીય ફોજદારી ધારાની કલમ- ૪૦૬,૪૦૮,૪૨૦,૧૧૪ અન્વયે ધોરણસર થવા મહેરબાન થશે.  જાફરાબાદના ભોગ બનનાર લોકો સાથે લેખિત રજૂઆતો સાથે કોંગ્રેસ યુવા આગેવાન પ્રવિણભાઇ બારૈયા, હિતેશ વાળા, પ્રકાશ બાંભણિયા સહિતનાં લોકો પોલીસ સ્ટેશને પહોંચી રજૂઆતો કરી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.