Abtak Media Google News

તાત્કાલીક યોગ્ય તપાસ કરવાની માંગ સાથે ગ્રામજનોની જીલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત

રાજુલના દેવકા ગામે બ્લોક પેવીંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ સામે આવી છે. આ મુદ્દાને લઇ ગ્રામજનો દ્વારા અમરેલી જીલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત કરી યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

આ બ્લોક પેવીંગની કામગીરી કાળુ અરજણ વાવડીયાના ઘરથી મધુ અરજણના ઘર સુધી બ્લોક પેવીંગની કામગીરી કરવાની હતી પરંતુ સરપંચશ્રીએ પોતાની મનસ્વી રીતે મેઇન બજારમાં રાણીંગભાઇ ઉનડભાઇના ઘરથી શામજીભાઇ દેવશીભાઇના ઘર સુધી કામગીરી કરેલ છે અને અમારી જાણ મુજબ આ કામગીરીના નાણા પણ ઉપાડી લેવામાં આવેલ છે .

ખરેખર આ કામગીરી કાળુ અરજણ વાવડીયાના ઘરથી મધુ અરજણના ઘર સુધી બ્લોક પેવીંગ સુધી જ કરવાની હતી જે તાલુકા વિકાસ અધિકારીના હુકમમાં પણ દર્શાવેલ છે.

પરંતુ આ કામગીરી સરપંચએ પોતાની મળે મનસ્વી રીતે કામગીરી જયાં બ્લોક રોડની જરુરીાત જ ન હતી તેવી જગ્યાએ પોતાને અનુકુળ આવે તેવી રીતે કરવામાં આવેલ છે. અને સરકારશ્રીના હુકમનો સ્પષ્ટ અનાદર કરવામાં આવેલ છે અને સરકારની ગ્રાન્ટની રકમ વેડફી નાખેલ છે અને આ કામગીરી પણ તદન હલકીકક્ષાની કરવામાં આવેલ હોય જેમાં સરપંચએ મોટો ભ્રષ્ટાચાર કરેલ હોય તેવી પણ આશંકા છે.

આ અંગે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલ નથી અમો ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યઓ છીએ આ કામગીરી અન્યત્ર કરવા અંગે ગ્રામ પંચાયતની કે તાલુકા પંચાયતની કોઇપણ પ્રકારની મંજુરી લેવામાં આવેલ નથી.

જેથી દેવકા ગામના સરપંચશ્રી પોતાની મનસુફી પ્રમાણે વર્તન કરતા હોય અને સરકારની ગ્રાન્ટને દુરઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરતા હોય પંચાયત એકટ મુજબ તેઓ સામે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.