Abtak Media Google News

૬૦% સ્ટાફની અછત અને અનેક જવાબદારીઓ કારણભુત

રાજકોટ જીલ્લા પંચાયતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેની ઓફિસમાં હાજર ન રહેવાનો આક્ષેપ કારોબારી અધ્યક્ષ અર્જુનભાઈ ખાટરીયાએ ગઈકાલે કારોબારી સમિતિની બેઠકમાં કર્યો હતો.જયારે આજે સવારે પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીની ‚બ‚ મુલાકાત લેતા જણાવ્યું હતું કે ખરેખર તેઓ હાજર નથી. જયારે સ્ટાફના કર્મચારીઓને પણ ખ્યાલ ન હતો કે સાહેબ કયાં ગયા છે અને કયારે આવશે. આથી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરીયાણીને ફોન પર સંપર્ક કરતા જણાવ્યું હતું કે, તેઓ કરણસિંહજી હાઈસ્કૂલમાં મીટીંગમાં ગયા હોવાથી ઓફિસે આવી શકયા નથી.  જીલ્લા શિક્ષણ અધિકારી એન.એ.હરિયાણીની ‚બ‚ મુલાકાત કરણસિંહજી હાઈસ્કૂલમાં કરતા તેઓએ જણાવ્યું હતું કે સ્ટાફની અછત અને વધુ જવાબદારીઓ હોવાના લીધે કચેરીમાં હાજર રહેવાતું ન હોય. જીલ્લાની ૮૯૯ સરકારી પ્રાથમિક શાળાના નિરીક્ષણની જવાબદારી તેની તમામ એકેડેમીક વહિવટી, બાંધકામ અને સરકારના તમામ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાનું હોય છે.આ ઉપરાંત જીલ્લાભરમાં ૬૦% સ્ટાફ ખાલી છે. આથી અન્ય કર્મચારીઓમાં કામનું ભારણ રહે છે. જીલ્લા પંચાયતમાં કુલ ૧૩ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યાઓ છે. જેમાં માત્ર એક જ જગ્યા ભરવામાં આવી છે. ફરજમાં આવેલ એક અધિકારી હાલ સ્પીપામાં તાલીમ પર ગયા છે. જયારે જીલ્લામાં ૨૧ કેળવણી નિરીક્ષણ સામે માત્ર ૯ની જ ભરતી કરવામાં આવી છે. જેઓને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.ઉપરાંત સીઆરસીની ૧૨૬માંથી ૯૨ જગ્યા ખાલી છે અને બીઆરસીમાં ટોટલ ૧૧માંથી ૬ જગ્યાઓ જ ભરાઈ છે. તમામ સીઆરસી અને બીઆરસીને ભાષામાં નબળા વિદ્યાર્થીઓનું તથા વર્ગખંડનું નિરીક્ષણ કરવાનું હોય છે. જે નિરીક્ષણ કરવું સ્ટાફની અછત હોવાને લીધે મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત જીલ્લાની ૯૧૦ સ્કૂલોમાંથી ગુણોત્સવ કાર્યક્રમમાં એપ્લસમાં ૪ શાળાઓ, એ ગ્રેડના ૩૮૩, બી ગ્રેડમાં ૪૮૩ અને સી ગ્રેડમાં ૩૨, ડી ગ્રેડમાં ૮ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એન.એ.એસ (નેશનલ એનીવમેન્ટ સર્વે)ની વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે અને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર હરીફાઈ ૨૦૧૭-૨૦૧૮ફ યોજાય રહી છે તેની જવાબદારી સોંપાઈ છે.ઉપરાંત શાળા મુલાકાત શૈક્ષણિક નિરીક્ષણ સર્વશિક્ષા અભિયાનમાં પણ જવાબદારી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે. ત્યારે તાજેતરમાં કે.જી.બી.વી. સર્વશિક્ષા અભિયાનના સ્ટેટ લેવલના ૩ દિવસનું નિવાસી અધિવેશનમાં પણ જવાબદારી શિક્ષણ અધિકારીને સોંપાઈ છે. આ ઉપરાંત ગુજરાત કવીઝની મીટીંગ જેમાં સૌરાષ્ટ્રના ૯ જીલ્લાની ટીમની વ્યવસ્થાઓ કરવાની જવાબદારી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના શીરે અપાઈ છે.આ ઉપરાંત હરિયાણીએ જણાવ્યું હતું કે, એક મહિનામાં કલેકટર ઓફિસે એવરેજ ૪૦ મીટીંગ હોય છે. તેમાં હાજરી આપવાની હોય છે. જયારે ચુંટણીના નોડલ અધિકારીની જવાબદારી પણ સોંપાઈ હોય આથી ઘણીવાર કચેરી છોડી અન્ય કચેરીએ અને મીટીંગોમાં હાજરી આપવા જવુ પડતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.