ઇટાલીમાં લગ્ન બાદ રણવીર-દિપિકાનું બેંગાલુ‚ અને મુંબઇમાં રિસેપ્શન યોજાશે

60

લગ્નમાં સામેલ થનાર ગેસ્ટ, ફેમિલી અને ફ્રેન્ડસને મેરેજ સ્પોટ પર મોબાઇલ લઇ જવાની પરગાનગી નહીં અપાઇ

આવતા મહિને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન કરી રહ્યાં છે. બન્ને ૧૫ નવેમ્બરે ઇટાલીના લેક કોમોમાં સાત ફેરા ફરસે. સુત્રો અનુસાર બન્ને લગ્ન બાદ સારી રીતે હનીમૂન પણ નહી મનાવી શકે, જેનું કારણ રણવીરની ફિલ્મ ’સિમ્બા’ છે. ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ આ વર્ષે ૨૮ ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. લગ્ન બાદ રણવીર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થઇ જશે, જેને કારણે તેમને હનીમૂન પીરિયડને શેાર્ટ કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી મુજબ દીપિકા-રણવીરના લગ્ન સમારંભને પ્રાઇવેટ રાખવામાં આવશે. ઇટાલીમાં લગ્ન કર્યા બાદ બન્નેના બે રિસેપ્શન થશે જેમાં પ્રથમ રિસેપ્શન લગ્નના ૧૩ દિવસ બાદ ૨૮-૨૯ નવેમ્બરે બેંગલુરૂમાં યોજાશે. આ રિસેપ્શન સબંધીઓ અને નજીકના મિત્રો માટે હશે. જ્યારે બીજુ રિસેપ્શન મુંબઇમાં હશે. આ ગ્રાન્ડ રિસેપ્શન ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે યોજાશે. રિપોર્ટ અનુસાર રિસેપ્શન પાર્ટી ગ્રાન્ડ હયાતમાં યોજાશે. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ થશે.

બન્નેના લગ્નમાં સામેલ નારા ગેસ્ટ અને ફેમિલી ફ્રેન્ડને મેરેજ સ્પોટ પર મોબાઇલ લઇ જવાની પરવાનગી નહી હોય.

જેને કારણે લગ્નની કોઇ પણ તસવીર તે દિવસે સામે નહી આવી શકે. બાદમાં આ કપલ ફેન્સ માટે તસવીર રિલીઝ કરશે, એવી આશા કરવામાં આવી રહી છે. ફેન્સે બન્નેના લગ્નની તસવીરો જોવા માટે રાહ જોવી પડશે.

દીપિકા-રણવીર ૧૫ નવેમ્બરે લગ્ન કેમ કરી રહ્યાં છે આ વાતનો ખુલાસો થઇ ગયો છે. સુત્રોની માનીએ તો બન્નેની ફિલ્મ ’ગોલિયો કી રાસ લીલા: રામ-લીલા’માં પ્રથમ વખત સ્ક્રીન શેર કર્યો હતો. આ ફિલ્મ ૧૫ નવેમ્બર, ૨૦૧૩માં રિલીઝ થઇ હતી. ફિલ્મને પાંચ વર્ષ પુરા થઇ રહ્યાં છે અને આ દિવસે જ તે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યાં છે.

Loading...