આજે રેંટીયા બારસ: રાષ્ટ્રીય શાળામાં રેંટીયા કાંતણ સ્પર્ધા યોજાઇ

263

ગાંધીજીની તીથી પ્રમાણે જન્મ જયંતિ

ખાદીને જીવંત રાખવા રેંટીયા કાંતણ સ્પર્ધાઓ યોજાઇ: દેવેન્દ્રભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, રાજુભાઇ પોબારુ સહિતના આગેવાનોની ઉ૫સ્થિતિ

આજે ગાંધીજીની તીથી પ્રમાણે જન્મ જયંતિ છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ર ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિ આવે છે. પરંતુ તીથી પ્રમાણે ભાદરવા વદ-૧ર ના રોજ જન્મજયંતિ આવે છે જેને રેંટીયા બારસ તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર દેશમાં આજે રેટીયા બારસની ઉજવણી થશે ત્યારે રાજકોટ શહેરમાં પણ રાષ્ટ્રીય શાળા ખાતે રેટીયા બારસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજી સ્થાપિત રાષ્ટ્રીય શાળામાં આજે રેંટીયા કાંતણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અનેક સ્પર્ધકો જોડાયા હતા. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા અહીં રચનાત્મક પ્રવૃતિઓ તથા ખાદીને જીવંત રાખવામાં આવી છે.  રાષ્ટ્રીય શાળામાં આજે ગાંધીજીના પ્રિય ગીતો-ભજનો, પ્રેસ ઉદબોધન તથા રેટીયાનું આધુનિક સ્વરુપ અંબર ચરખાનું નિદર્શન પણ યોજાયું છે. ખાદી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોએ રેંટીયા કાંતણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સવારે દિપ પ્રાગટય બાદ સ્પર્ધા અને ત્યારબાદ વિજેતાઓનું સન્માન કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય શાળામાં રેંટીયા બારસના વિવિધ કાર્યક્રમોમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીના પ્રમુખ દેવેન્દ્રભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, ઉઘોગપતિ નરેન્દ્રસિંહ:, રાજુભાઇ પોબારુ, જીતુભાઇ ભટ્ટ, જેન્તીભાઇ કાલરીયા, મનસુખભાઇ જોશી, દિપેશભાઇ બક્ષી સહીતના અગ્રણીઓ મોટી સંખયામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.

બાપુના સત્યના પ્રયોગ રાષ્ટ્રમાં ફેલાય તેવી પ્રાર્થના: નરેશભાઈ પટેલ

નરેશભાઈ પટેલ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય શાળાના સંચાલકોને લાખ-લાખ અભિનંદન આપ્યું છે. રેટીયો બારસ નિમિતે આવુ સરસ આયોજન અને કાર્યક્રમ કરવામાં આવ્યો બાપુના સ્મરણો યાદ કરીશુ બાપુને યાદ કરીને બાપુના સત્યના પ્રયોગો રાષ્ટ્રમાં ફેલાય તેવી પ્રાર્થના કરાશુ.

રાષ્ટ્રીય શાળાના બિલ્ડીંગની જાળવણી ખરેખર પ્રશંસનીય: રાજુભાઈ પોબારૂ

રાજુભાઈ પોબારૂ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુકે ઘણા વર્ષ પછી આ ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રીયશાળામાં આ માહોલ જોઈને હર્ષ થયો છે. અહીના ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ છે. એમણે આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે. આટલું મોટુ બિલ્ડીંગ બનાવ્યું છે મહેનતથી જે આ બિલ્ડીંગની જાળવણી કરે છે તે પ્રસંશનીય છે.

આધુનિક સમયમાં પણ રેટિયાનું મહત્વ અનેરૂ: દેવેન્દ્રભાઈ દેસાઈ

દેવેન્દ્રભાઈ દેસાઈએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુકે રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીનો જન્મ દિવસ રેટીયા બારસ તરીકે ઉજવાઈ છે. આજે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડમાં ભાગ લેતા અને સંગીત સાંભળતા મને ખૂબ આનંદ થયો છે. રેટીયો એમાં ગાંધીજીએ હિન્દુસ્તાનની દરિદ્રાનું સમાધાન જોયું હતુ આજે આધુનિક સમયમાં પણ રેટીયાનું મહત્વ અનેરૂ છે. અને એ જયાં સુધી ભારતમાં ગરીબી છે. ત્યાં સુધી ગાંધીજીએ કહ્યું હતુકે જયારે તેની જરૂરત ના હોય તો તેને બાળી નાખજો. જયાં સુધી દેશની અંદર દારિદ્રતા છે ત્યાં સુધી રેટીયો અજય અમર રહેશે.

મહાત્મા ગાંધીના વિચારને આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ: નરેન્દ્રસિહ જાડેજા

નરેન્દ્રસિંહ જાડેજાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુકે આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મદિવસ છે. આ તિથી પ્રમાણેની જન્મ દિવસ છે. જેને આપણે રેટીયા બારસ તરીકે જવીએ છીએ આજના દિવસે આ રાષ્ટ્રીયશાળામાં રેટીયા બારસ નિમિતે રેટીયા સ્પર્ધા કાંતણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું તમામ સંચાલક ગણોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે સૌ મહાત્મા ગાંધીના જીવનને તથા વિચારને આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ.

રેંટિયો કાંતિ તીથી પ્રમાણે ગાંધીજીનો જન્મદિવસ ઉજવાય છે: જયંતિભાઈ

જયંતિભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ રેટીયાબારસની ઉજવણી માટે જયારે ગાંધીજીને પૂછવામાં આવ્યું કે બાપુ તમારી જન્મદિવસ ઉજવવાનો નથી આમ છતા તમારૂ મન હોય તો રેટીયો મારા જન્મદિવસે કાતવાનો એટલે રેટીયો કાંતીને મારો જન્મ દિવસ ઉજવવાનો ત્યારે આટલા બાદ પણ ગાંધીજીની તિથિપ્રમાણેના જન્મદિવસે રેટીયોકાંતી ને જન્મ દિવસ ઉજવાય છે. એટલે તેને રેટીયો બારસ કહીએ છીએ.

ગાંધીજી રાજકીય નહિ રાષ્ટ્રીય મહાપુરૂષ હતા: જવલંત છાયા

જવલંત છાયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રેટીયા બારસ એટલે ગુજરાત કેલેન્ડર, પ્રમાણે ભાદરવા વદ બારસ ગાંધીજીનો જન્મદિવસ આમતો ગાંધીજી જે ફલક પર જીવ્યા. એ રીતે કોઈએક દિવસની ઉજવણી થાય તો થાય કોઈ ફરક નથી પડતો કારણ કે ગાંધી માત્ર ભારત માટે નહિ પરંતુ વિશ્વ માટે ક્ષણેક્ષણ જીવાતું વ્યકિતત્વ છે. જો આપણે તેને જીવવા ધારીએ તો એવું વિરાટ વ્યકિતત્વ છતા દિવસનું મહત્વ ચોકકસ પણે હોઈ અને એટલે આ રેટીયા બારસ અને આ રાષ્ટ્રીય શાળાનું પરિસર કે જયાં કાંતણ પ્રવૃત્તિ વર્ષો સુધી ધમકતી રહી આજે ફરી નવી વ્યવસ્થા કરવામા આવી છે. ગાંધીનો વિચાર એ સોનું છે. એને કોઈ નવી રીતે લાવવાનું ન હોય એને ખાલી ધુળ ખંખેરવાની જરૂર હોય જે રાષ્ટ્રીય શાળાના નવા મેનેજમેન્ટે પૂર્ણ કરી છે. ગાંધીજીના જન્મના આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થાય છે. મૃત્યુને ૭૧ વર્ષ પૂર્ણ થાય છે. તેમ છતાં ગાંધીજી વિચાર રૂપે આપણી વચ્ચે છે. અને જયાં સુધી મને લાગે છે. એ પ્રમાણે કહી શકુ કે વર્ષો સુધી માત્ર ગુજરાત કે ભારતને નહિ સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપતા રહેશે ગાંધીજીનું જીવન એ મહાનતાનું મહાકાવ્ય હતુ ગાંધીજી એ રાજકીય નહિ રાષ્ટ્રીય મહાપુરૂષ હતા.

રેંટીયો કાંતવાના અનેક ફાયદા પણ છે: જયોતિબેન ડોડીયા

ડોડીયા જયોતિબેન એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે હું સાવ નાની હતી ત્યારથી વેકેશનમાં રેટીયો કાંતતી હતી રેટીયો કાતવાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમકે ખાદી મળે છે. અને પૈસા પણ આપણે કમાઈ શકીએ છીએ જેવા વગેરે ફાયદા મેળવી શકીએ છીએ.

મહાત્મા ગાંધીજીનું જીવનએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનો નિચોડ છે: જીતુભાઈ ભટ્ટ

જીતુભાઈ ભટ્ટએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધી એક વિચાર છે એક આદર્શ છે. સિધ્ધાંત છે. મહાત્મા ગાંધીનું જીવન એ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું નિચોડ છે. અને નિચોડના ભાગરૂપે આજે સમગ્ર વિશ્વની અંદર એક વિરલ વ્યકિતત્વને વિશ્વના તમામ રાષ્ટ્રોએ એક મહાન માણસ તરીકે મહાન વિભૂતી તરીકે સ્વીકાર્ય આજે એના જન્મ દિવસનું ૧૫૦મું વર્ષ છે. ત્યારે ભારતના તમામ લોકો એના જન્મની ૧૫૦મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. અને ખાસ કરીને રાષ્ટ્રીય શાળા એકમાત્ર એવું સ્થળ છે. જે એમના જન્મદિવસને ગુજરાતી કેલેન્ડર પ્રમાણે રેટીયા બરસ તરીકે ઉજવે છે. ભારતમાં રેટીયાને કોઈએ પ્રચલીત કર્યો હોય નાનામાં નાના ઘર સુધી પહોચાડયો હોય તો તે માત્ર ગાંધીજી છે. માટે એમના આ કાર્યને લીધે રેટીયા બારસ તરીકે ઉજવીએ છીએ.

Loading...