Abtak Media Google News

સૌરાષ્ટ્ર ૨૦૦ રનનો સ્કોર કરી ગુજરાતને મ્હાત આપશે?

રણજી ટ્રોફીનો પ્રથમ સેમીફાઈનલ મેચ રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે ત્યારે હાલની સ્થિતિ જોતા સૌરાષ્ટ્રએ તેની બીજી ઈનીંગમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે. ગુજરાતે ટોસ જીતી સૌરાષ્ટ્રને બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું જેમાં સૌરાષ્ટ્રે તેની પ્રથમ ઈનીંગમાં ૩૦૪ રન બનાવ્યા હતા જેમાં શેલ્ડન જેકસને સતકિય રમત રમી હતી. ૩૦૪ રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની પ્રથમ ઈનીંગ ૨૫૨ રનમાં જ સમેટાઈ ગઈ હતી જેમાં સર્વાધીક ૭૧ રાજુલ ભટ્ટે કર્યા હતા જયારે ૬૧ રન ચિંતન ગાજાએ કર્યા હતા. સુકાની પાર્થિવ પટેલ માત્ર ૨૭ રન બનાવી પેવેલિયન પરત ફર્યા હોવાનું પણ સામે આવ્યું છે જયારે ૫૨ રનની લીડ સાથે સૌરાષ્ટ્રની ટીમ બીજી ઈનીંગ માટે બેટીંગ કરવા ઉતરી હતી પરંતુ સૌરાષ્ટ્રનું પ્રદર્શન ખરાબ અને નબળુ રહેતા ટીમે તેના પાંચ ખેલાડીઓ આઉટ થઈ જતા પેવેલિયન પરત ફર્યા હતા જેમાં પ્રથમ ઈનીંગમાં સદી ફટકારનાર શેલ્ડન જેકસન શૂન્ય રન પર આઉટ થયો હતો.

ઓપનર હાર્વિક દેસાઈ તથા કિશન પરમાર ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા જયારે વિકેટ કિપર અવી બારોટ માત્ર એક જ રન નોંધાવી શકયો હતો. હાલ વિકેટ ઉપર ચેતન સાકરીયા અને અર્પિત વસાવડા બેટીંગ કરી રહ્યા છે. ક્રિકેટ તજજ્ઞોનું માનવું છે કે, ખંઢેરીની વિકેટ બેટીંગ પેરેડાઈઝ નહીં પરંતુ બોલીંગ વિકેટ હોવાનું સામે આવ્યું છે. બીજી ઈનીંગમાં ગુજરાત તરફથી બોલીંગ કરનાર એકમાત્ર ચિંતન ગાજાએ પાંચ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી ત્યારે જો સૌરાષ્ટ્રની ટીમ ૨૦૦ રનનો સ્કોર કરશે તો તે પ્રથમ સેમી ફાઈનલમાં ગુજરાતને માત આપી શકશે. ત્રીજો દિવસ હોવાથી ખંઢેરીની વિકેટ હાડ થઈ ગઈ છે જેથી બોલ ખુબ ઝડપભેર બેટસમેનોને હંફાવશે ત્યારે જો સૌરાષ્ટ્રની ટીમ ૨૦૦ રનથી વધુ કરશે તો ટીમનું સ્થાન મજબુત થશે અને ગુજરાતનો સામનો મકકમતાથી કરી શકશે. કહેવાય છે કે સૌરાષ્ટ્ર માટે બોલીંગ અત્યંત મજબુત પાસુ છે જયારે ગુજરાત માટે બેટસમેનો મુખ્યત્વ પાસુ છે.

2.Banna

હાલના તબકકે સૌરાષ્ટ્ર બીજી ઈનીંગમાં જો મજબુત સ્કોર ઉભો કરશે તો બોલીંગ કરવામાં જયદેવ ઉનડકટ જેવા નામાંકિત ખેલાડીઓનાં કારણે ગુજરાતને ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્ર માટે જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા, પ્રેરક માંકડ, ચિરાગ જાની અને ધર્મેન્દ્ર જાડેજા જેવા નામાંકિત બોલરો છે કે જે તેમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.