Abtak Media Google News

આર.અશ્વિન, અભિનવ મુકુંદ, જયદેવ ઉનડકટ જેવા સ્ટાર ખેલાડીની બંને ટીમમાં હાજરી

સૌરાટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આવતી કાલથી યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન તામીલનાડુ વચ્ચે રણજી ટ્રોફી ઈલાઈટ બી ગ્રુપની ચાર દિવસીય મેચનો આરંભ થશે હાલ ૨૮ પોઈન્ટ સાથે સૌરાષ્ટ્ર પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન ધરાવી રહ્યું છે. અને કવાર્ટર ફાઈનલમાં પ્રવેશી ચૂકયું છે. આગામી ૨૧મીથી ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયાના આધારભૂત ટેસ્ટ બેટસમેન ચેતેશવર પૂજારા કાલથી તામીલનાડુ સામે શરૂ થતી રણજી મેચમાં રમશે કે કેમ? તેના પર પણ સવાલો મુંબઈ સામેની મેચમાંતે ઘર આંગણે રમ્યો નહતો. મુંબઈ સામેની મેચ ગુમાવનાર સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટની વાપસી ફાઈનલ માનવામાં આવી રહી છે.

રણજી ટ્રોફીના ઈલાઈટ બી ગ્રુપમાં સૌરાષ્ટ્રની ટીમ અત્યાર સુધી કુલ સાત મેચ રમી ચૂકી છે. જેમાં એક માત્ર ઉતર પ્રદેશ સામેની મેચમાં સૌરાષ્ટ્ર પરાજયનો સામનો કરવો પડયો હતો. ત્રણ મેચમાં સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો છે. અને ત્રણ મેચ ડ્રોમાં પરિણામી છે. સૌરાષ્ટ્રની ટીમમાં ચેતેશવર પૂજારા, જયદેવ ઉનડકટ, શેલ્ડન જેકશન જેવા સ્ટાર ખેલાડીઓ છે તો સામે તામીલનાડુની ટીમમાં અભિનવ મુકુંદ, બાબા અપરાજીત, રવિચંદ્ર અશ્ર્વિન જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખેલાડીઓ છે જોકે તામીલનાડુ માટે આ મેચ ઔપચારિકતાથી વિશેષ કંઈ નથી. કારણ કે તામીલનાડુ સાત મેચ રમ્યું છે. જેમાંથી બે મેચ જીત્યું છે બે મેચ હાયુર્ંં છે. અને ત્રણ મેચ ડ્રોમાં પરિણામી છે. ૧૯ પોઈન્ટ સાથે તામીલનાડુ હાલ પોઈન્ટ ટેબલમાં તળીયે છે.

7537D2F3 8

સામાન્ય રીતે કોઈ મોટા પ્રવાસ દરમિયાન ઈન્ટરનેશનલ ખેલાડીને કોઈ ઈજા ન થાય તે માટે લોકલ મેચ રમવાની મંજૂરી આપવામાં આવતી હોતી નથી. ચેતેશવર પૂજારાને કાલથી મેચમાં પણ સમાવેશ ન કરાય તે ફાઈનલ મનાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર જે ત્રણ મેચ જીત્યુ છે તે ત્રણેય મેચમાં જીતનો હીરો સુકાની જયદેવ ઉનડકટ રહ્યો છે. કારણ કે આ ત્રણેય મેચમાં બોલથી તેણે તરખાટ મચાવ્યો હતો અને હરીફ ટીમના બેટસમેનોને નચાવ્યા હતા. ત્રણેય મેચમાં તે મેન ઓફ ધી મેચ બન્યો હતો સૌરાષ્ટ્રવતી રમતા તેને ૩૦૦ ફર્સ્ટ કલાસ વિકેટો લેતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા જયદેવનું સન્માન કરવામાં આવ્યું હતુ.

તામીલનાડુની ટીમમાં સમાવિષ્ટ અભિનવ મુકુંદ, આર. અશ્વિન અને બાબા અપરાજીત ખૂબજ ખ્યાતી પ્રાપ્ત ખેલાડીઓ છે. આવામાં કાલથી રાજકોટમાં શ­­ થતી રણજી ટ્રોફીની ચાર દિવસીય મેચ રોમાંચક બની ર હે તેવી પરી શકયતા છે. સૌરાષ્ટ્ર હારે તો તેને કોઈ ફર્ક પડે તેમ નથી તો તામીલનાડુ બોનસ સાથે જીતે તો પણ તેને કોઈ ફેર પડે તેમ નથી કવાર્ટર ફાઈનલ પૂર્વ સૌરાષ્ટ્રની ટીમ પોતાની બેટીંગ અને બોલીંગ લાઈન વધુમજબૂત કરવાનાં ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.