Abtak Media Google News

ન્યારા સબસે પ્યારા સુત્રને સાર્થક કરતા આશ્રમના ર્જીણોઘ્ધારમાં આર્થિક અથવા માલ-સામાનનો સહયોગ કરવા અપીલ

મહાન સંત રણછોડદાસજી બાપુની તપોભૂમિમાં ન્યારા સબસે પ્યારા સુત્રને સાર્થક કરતા ન્યારા આશ્રમના ર્જીણોઘ્ધારનું કામ આર્કિટેક કમ ઈન્ટીરીયર ડિઝાઈનર સ્વામિ હરિચરણદાસજી બાપુના કૃપા પાત્ર ભકત મનિષભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન અનુસાર ખુબ જ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આશ્રમના કાર્યમાં હાલ પલમ્બીંગ, લાદી, ઈલેકટ્રીક, પી.ઓ.પી., છત, કલર, ચણતર, પ્લાસ્ટર બધા જ કામમાં જરા પણ કચાસ ન રહે તેનું સંપૂર્ણ અને ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સ્વામિહરિચરણદાસજીબાપુએ પણ ગોંડલ જઈ કયાં સુધી કામ થયું છે? હવે શું કરવાનું છે? કયા ગુરૂ ભાઈનું ડોનેશન કોના તરફથી કયો માલ આવ્યો ? તે બધો જ હિસાબ બાપુ સાથે વાત કરી આશીર્વાદ મેળવ્યા છે. બાપુની ઉંમર ૧૦૦ વર્ષની હોય અને કોરોનાની મહામારી વચ્ચે પણ ન્યારા આશ્રમ ખાતે પધારી અમિદ્રષ્ટિ મળતી રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે. વધુમાં ૧૯૨૫માં ન્યારામાં ન્યારા સબસે પ્યારાની થયેલ આકાશવાણી શબ્દને સાર્થક કરતા ન્યારા આશ્રમમાં ૧૦ રૂમનું ફર્નિચર બાદ હવે પાંચ ટ્રક એટલે કે ૧૦૦ ટન લાદીનો સહયોગની જરૂરીયાત હોવાનું પણ જણાવયું છે. અનેક દાતાઓ દ્વારા દાન નિમિત માત્રની સરવાણી ચાલી રહી છે ત્યારે હજુ આ ભગીરથ કાર્યમાં વધુ સહયોગ આપવા અપીલ કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.