Abtak Media Google News

હસનવાડીમાં છેલ્લા આઠ વર્ષથી ચાલતા આ ગ્રુપ દ્વારા વિવિધ સામાજીક પ્રવૃતિઓ કરાય છે: આયોજકો અબતકને આંગણે

રંગીલા યુવા ગ્રુપ  દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગીલા કાનુડા ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે. હસનવાડી વિસ્તારને કાયમી જીવંત રાખવા આ ગ્રુપ દ્વારા અવનવા કાર્યક્રમો તેમજ આયોજનો કાયમી ધોરણે કરવામાં આવતા હોય છે. તેમાં સમુહ લગ્ન, કથા, લોકડાયરો, રાંદલ માતાજીના ૧૦૮ લોટા, હાસ્યારો, દર માસની પુનમે બટુક ભોજન, ફરસાણ, વિતરણ ચોપડા વિતરણ સપ્તાહ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા આ ગ્રુપ હસનવાડીના વિસ્તારોના લકોના હ્રદયસ્પશી બની રહ્યું છે.

આ આયોજનમાં શનિવારના રોજ રાત્રે ૮ ડિસ્કો દાંડીયા (ડી.જે.) ના સંગ રાખેલ છે. આ આયોજન એ રાજકોટની જનતા માટે ખુલ્લુ હોય તમામ કાનુડા પ્રેમી જનતા હાજરી આપવા કાનાભાઇ જે. ડાભીએ અનુરોધ કર્યો છે. આ ઉપરાંત કાનુડા ના જન્મ વખતે આ ગ્રુપ દ્વારા માખણની મટકી તેમજ ફુગ્ગાઓ ના અનેરો ડેકોરેશન દ્વારા હસનવાડીને એક અનોખું  રુપ આપવાના છે. આ આયોજનને સફળ બનાવવા માટે રંગીલા ગ્રુપ ગ્રુપ ના પ્રમુખ કાનાભાઇ જે.ડાભી, અનીલભાઇ કલોલા, અજયભાઇ સીતાપરા, રવિરાજભાઇ મંડીર, કિશનભાઇ પરમાર, મહંત દિનુબાપુ, સંજયભાઇ ગોહીલ, લખનભાઇ પરમાર, મનીષભાઇ ટાંક, જીતુભાઇ પંડીયા સર્વે રંગીલા ગ્રુપ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.