Abtak Media Google News

જૂનાગઢ સ્થિત પોલીસ રેન્જ કચેરી ખાતે પોરબંદર, ગીર સોમનાથ,અને  જૂનાગઢ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓ માટે રેન્જ સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.

ત્રણ જિલ્લા માટે કાર્યરત કરાયેલા આ ખાસ સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઈન્સ્ટાગ્રામ,ફેસબુક વગેરે જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોશ્યલ મીડિયાના માધ્યમથી સતામણી, છેતરપિંડી,ધાકધમકી તથા ખંડણી ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડ, હેક, ફેક,મોર્ફિગ  એકાઉન્ટના બનાવો સહિતના ગુન્હા સબંધી કાર્યવાહી કરવામાં આવશે. તેમ રેન્જ ડી.આઇ.જી મનીન્દરસીંઘ પવારે જણાવ્યું છે.

ઉપરાંત યુપીઆઈ પેમેન્ટ, વોલેટ તથા ઓટીપી,ઓએલએકસ, એપ્લિકેશન દ્વારા થતી  નાણાકીય છેતરપિંડી ઓનલાઇન શોપીંગ, કસ્ટમર કેર, નંબર ટાવર ઈન્સટોલેશન ,કેબીસી લોટરી, ઇનામ,ફેક વેબસાઇટ તથા ફિશિંગ લીંક,ઈન્સયોરન્સ લોન, નોકરીની લાલચ સહિત ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી થયેલ કોઈપણ બનાવ સંબંધિત કાર્યવાહી આ પોલીસ સ્ટેશનના માધ્યમથી કરવામાં આવશે.

 ઓનલાઈન ફ્રોડના બનાવો, મેટ્રિમોનિયલ વેબસાઈટનો ઉપયોગ કરી આચરવામાં આવતા ગુન્હાઓ સંબંધિત કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ રેન્જ હેઠળ આવતા જૂનાગઢ, પોરબંદર, અને ગીર-સોમનાથ જિલ્લામાં આ પ્રકારના બનાવ કોઈપણ વ્યક્તિ સાથે બને તો તેવા સંજોગોમાં જૂનાગઢ રેન્જ  સાઈબર ક્રાઇમ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની  કચેરીની બાજુમાં બીલખા રોડ, જૂનાગઢ ફોન નંબર ૦૨૮૫-૨૬૫૬૧૦૦  પર સંપર્ક સાધવા ડીઆઈજી શ્રી મનીન્દર સીંઘે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.