Abtak Media Google News

  Ipoint Logo For Header 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!!

વર્ષ ૨૦૧૯માં ભારતીય શેરબજારો સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે વિવિધ ઘટનાક્રમો વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ તેમજ મિડકેપ્સ તથા સ્મોલકેપ્સમાં તબક્કાવાર વધારો જોવાયો હતો. આર્થિક વિકાસ રૂંધાયેલો રહ્યા સામે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં મંદ પડેલા વિકાસને વેગ આપવા કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડા સહિતના સંખ્યાબંધ રાહતો-પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે પરંતુ આ પ્રોત્સાહનો છતાં અર્થતંત્ર અત્યારે મંદ વૃદ્ધિ ના સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે શકય છે કે વર્ષ ૨૦૨૦માં કેન્દ્રિય બજેટમાં સંખ્યાબંધ પ્રોત્સાહનો-રાહતોની દરખાસ્તો કરાશે. જે આર્થિક રિકવરીને વેગ આપીને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં વધુ સુધારો લાવનારા નીવડે એવી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ વધુ સુધરવાની સંભાવના રહેશે જો કે દેશમાં નાણાંકીય ક્ષેત્રની તાણ છતાં કેન્દ્રમાં નવી સ્થિર સરકારની રચનાને શેરબજારે વધાવી લીધી હતી અને સેન્સેકસ તથા નિફટી ફ્યુચર ઐતિહાસિક સપાટી બનાવવામાં સફળ રહ્યા હતા.

મિત્રો, માર્કેટના વળતરમાં વૈવિધ્યતા જોવા મળી છે. સેન્સેકસ તથા નિફટી ૫૦એ પોઝિટિવ વળતર પૂરું પાડયું છે જ્યારે સમાપ્ત થયેલા વર્ષ દરમિયાન મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં નકારાત્મક વળતર રહ્યું  છે. સેન્સેકસે અંદાજીત ૧૪.૬૦% અને નિફટી ૫૦એ અંદાજીત ૧૨.૨૦% વળતર પૂરું પાડયું છે જો કે સરખામણીએ સતત બીજા વર્ષે પણ બીએસઈ મિડકેપ તથા સ્મોલ કેપ્સમાં  અનુક્રમે ૩% અને ૮%નું નકારાત્મક વળતર રહ્યું  છે. મિડ-કેપ્સ તથા સ્મોલ-કેપ્સમાં વળતર ખાસ આકર્ષક રહ્યા નથી.

મિત્રો, દેશના અનેક આર્થિક નિર્દેશાંકો વર્ષ દરમિયાન નબળા રહ્યા હોવા છતાં  બેન્ચમાર્ક ઈન્ડાઈસિસે તેને ડિસ્કાઉન્ટ કરીને મજબૂત વળતર પૂરા પાડયા છે.આર્થિક મંદીમાંથી દેશને બહાર કાઢવા રિઝર્વ બેન્કે વર્ષ દરમિયાન અતિ મહત્વના રેપો રેટમાં પાંચ વખત ઘટાડો કર્યો હતો. અમેરિકા-ચીનના વેપાર યુદ્ધમાં આવી રહેલી નરમાઈ, યુકેના સાનુકૂળ પરિણામ તથા ઘરઆંગણે સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાં ૨૦૨૦માં શેરબજારનું માનસ વધુ ઊંચે  જવાની અપેક્ષા રખાઈ રહી છે.વર્ષ ૨૦૧૯માં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો જંગી ઈન્ફલોઝ વર્ષ ૨૦૨૦માં પણ જોવા મળવાની ધારણાં છે.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો….

આર્થિક મંદીનો સામનો કરી રહેલા ભારત માટે દેશની કંપનીઓ વર્ષ ૨૦૧૯માં આઇપીઓ મારફત એકત્ર કરવામાં આવેલી રકમ કરતાં આશરે ચાર ગણી રકમ વર્ષ ૨૦૨૦ માં આઇપીઓ મારફત આશરે રૂ ૪૦૦૦૦ થી રૂ ૫૦૦૦૦ કરોડ એકત્ર કરે તેવો અંદાજ છે. વર્ષ ૨૦૧૯માં અંદાજીત ૧૬ કંપનીઓએ આઇપીઓ મારફત રૂ ૧૨૩૬૨ કરોડ એકત્ર કર્યા હતા જે પાંચ વર્ષમાં સૌથી ઓછી રકમ છે.

નવા વર્ષના પ્રથમ છ મહિનામાં આવી શકે તેવા અગ્રણી આઇપીઓમાં એસબીઆઇ કાર્ડ એન્ડ પેમેન્ટ ( ઇશ્યૂનું કદ અંદાજીત રૂ ૯૦૦૦ થી ૧૦૦૦૦ કરોડ ), યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ (અંદાજીત રૂ ૩૫૦૦ થી રૂ ૪૦૦૦ કરોડ), બર્ગર કિંગ ( અંદાજીત રૂ ૪૦૦ કરોડ ), હોમ ફર્સ્ટ ફાઇનાન્સ (અંદાજીત રૂ ૧૫૦૦ કરોડ) અને કમ્પ્યુટર એજ મેનેજેમન્ટ સર્વિસિસ (અંદાજીત રૂ ૧૫૦૦ કરોડ) નો સમાવેશ થાય છે. વર્ષના બીજા છ મહિનામાં મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ઇમામી સિમેન્ટ, ઇઝીટ્રીપ પ્લાનર્સ, પુરાણિક બિલ્ડર્સ, સામ્હી હોટેલ્સ અને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો સમાવેશ થાય છે.

મિત્રો, બજેટમાં કોઈ નેગેટિવ સરપ્રાઇઝ નહીં આવે તો નવા વર્ષમાં સંખ્યાબંધ પબ્લિક ઇશ્યૂ મારફતે ૨૧ કંપનીઓએ આઇપીઓ મારફત આશરે રૂ ૧૮૭૦૦ કરોડ એકત્ર કરવા સેબીની મંજૂરી મેળવી છે અને બીજી ૧૩ કંપનીઓ રૂ ૧૮૦૦૦ કરોડના આઇપીઓ માટે સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે.હાલમાં આઇપીઓ માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. કોર્પોરેટ તરફથી ઇન્ક્વાયરીમાં અનેક ગણો વધારો થયો છે. આગામી બેથી ત્રણ ક્વાર્ટરમાં બજારમાં સુધારો ચાલુ રહેશે તો વર્ષ ૨૦૨૦માં આશરે રૂ ૪૦૦૦૦ કરોડના આઇપીઓ આવી શકે છે.

અતિ રસપ્રદ બાબત એ છે કે વર્ષ ૨૦૧૯માં શેરબજારમાં લિસ્ટિંગ કરાવનારી કંપનીઓમાં ઇશ્યૂ ભાવથી સરેરાશ અંદાજીત ૪૨.૬ % વળતર ઊંચું વળતર મળ્યું છે. IRCTC, એફલ ઇન્ડિયા અને ઇન્ડિયામાર્ટ સહિતના શેરો ઇશ્યૂ ભાવથી બમણા થયા છે. વર્ષ ૨૦૧૯માં દરેક પાંચમાંથી ચાર આઇપીઓમાં રોકાણકારોને સારું વળતર મળ્યું છે. બીએસઇનો આઇપીઓ ઇન્ડેક્સ ૨૦૧૯માં અંદાજીત ૩૬% વધ્યો છે આની સરખામણીએ સેન્સેક્સમાં ૧૩% વધારો થયો છે.

કંપનીઓને નિયમનકારી જરૂરિયાત પૂરી કરવા માટે ભંડોળની જરૂર હોવાથી રાઇટ્સ ઇશ્યૂ અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઇપી) મારફત ભંડોળ એકત્રીકરણમાં પણ વધારો થયો હતો. વર્ષ ૨૦૧૯માં ૧૫ કંપનીઓએ રાઇટ્સ ઇશ્યૂ મારફત રૂ ૫૨૦૫૩ કરોડ એકત્ર કર્યા હતા જે પાંચ વર્ષમાં સૌથી ઊંચી રકમ છે.

બજારની ભાવિ દિશા…..

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૧૯ ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીનું રહ્યું છે. ફોરેન ફંડો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી અટકીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ આકર્ષક વેલ્યુએશને મળતાં ફ્રન્ટલાઈન-હેવીવેઈટ ઈન્ડેક્સ શેરોમાં ખરીદી નીકળતાં સેન્સેક્સે અને નિફટીએ નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ સર્જયો હતો. ઈન્ડેક્સ બેઝડ બજારે વર્ષ ૨૦૧૯માં નવા વિક્રમો સર્જયા છે ત્યારે વર્ષ ૨૦૨૦માં આર્થિક રિકવરની શરૂઆત થવાની શકયતા વચ્ચે સારા ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધવાની અને આ શેરોમાં રોકાણકારોને અણધાર્યું આકર્ષક ઊંચું વળતર મળે એવી સંભાવના રહેશે જેથી વર્ષ ૨૦૧૯ના વર્ષાંતે ફંડો દ્વારા શેરોમાં વેલ્યુબાઈંગની થયેલી શરૂઆતને જોતાં આગામી વર્ષમાં આકર્ષક વળતરની અપેક્ષાએ સારા શેરોમાં રોકાણ કરનારા રોકાણકારોને અચૂક લાભ થવાનો અલબત મલ્ટિ બેગર શેરોની લાલચમાં નબળી ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના સસ્તા પેન્ની શેરોમાં લલચાઈ ન જવાય એની ખાસ તકેદારી રાખવી રહી…!!!

માર્કેટને હાલમાં વૈશ્વિક અને સ્થાનિક તમામ સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે. યુએસ-ચીન વચ્ચે ટ્રેડ ડીલ લગભગ નિશ્ચિત છે અને બંને દેશો અગાઉ એકબીજાની આયાત પર લાદવામાં આવેલી ટેરિફ્સમાં છૂટછાટ મૂકે તેવી શક્યતા છે.સ્થાનિક સ્તરે બજારની નજર હવે બજેટ પર રહેશે અને સરકાર તેના ૫ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને મહત્ત્વનાં વૃદ્ધિલક્ષી પગલાં હાથ ધરી શકે છે.સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જંગી ખર્ચનું આયોજન કરીને ગ્રોથને સપોર્ટ આપી શકે છે. આ માટે બજેટમાં મહત્ત્વનાં પગલાં જોવા મળી શકે છે. મારા મતે સરકારે વૈશ્વિક સ્તરે રેટ્સની બાબતમાં પ્રવર્તી રહેલા નેગેટિવ ટ્રેન્ડનો લાભ લેવો જોઈએ એટલે કે સરકારે શોર્ટ ટર્મ બોન્ડ્સ ખરીદીને લોંગ ટર્મ બોન્ડ્સ રિલીઝ કરવા જોઈએ અને આ રીતે ઊભા થતાં નાણાંનું ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવું જોઈએ. ઇન્ફ્રા ક્ષેત્રે જંગી રોકાણ આનુષંગિક ક્ષેત્રોમાં તેજી લાવશે અને મોટા પ્રમાણમાં રોજગારી ઊભી થઈ શકશે.બજેટમાં રોકાણકારોના લાભની જાહેરાતો પણ થઈ શકે છે.

Investment Point Weekly 06.01.2020 To 10.01.2020 004

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૨૨૫૯ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૧૨૩૭૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૨૨૩૨ પોઇન્ટથી ૧૨૨૦૨ પોઇન્ટ, ૧૨૧૮૮ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૨૩૭૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

Investment Point Weekly 06.01.2020 To 10.01.2020 005

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૨૧૭૭ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૯૦૯ પોઇન્ટના પ્રથમ અને ૩૧૮૮૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૨૨૩૨ પોઇન્ટથી ૩૨૩૦૩ પોઇન્ટ, ૩૨૩૭૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૩૭૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

 

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ક્વોન્ટમ પેપર્સ લિ. ( ૪૮૫ ) :-  પેપર પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૪૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૪૬૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૯૭ થી રૂ.૫૦૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૫૧૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) મેજેસ્કો લિ. ( ૩૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ડેક્કન સિમેન્ટ્સ લિ. ( ૩૦૩ ) :- રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૭૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૭ થી રૂ.૩૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ઓલસેક ટેક્નોલોજી ( ૨૯૭ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) નિર્લોન લિ. ( ૨૮૬ ) :- રૂ.૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૨૬૭ ના સ્ટોગ સપોર્ટથી કોમર્શીયલ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) SMS લાઈફ. ( ૨૮૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૬૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૯૨ થી રૂ.૨૯૯ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) સેકસોફ્ટ લિ. ( ૨૨૨ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૦૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) સ્વેલેક્ટ એનર્જી ( ૧૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇલેક્ટ્રિક ઈક્વીપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮ આસપાસ રોકાણકારે રૂ.૧૩૪ થી રૂ.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) TCS લિમિટેડ ( ૨૨૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૧૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૧૯ થી રૂ.૨૨૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લાર્સન લિ. ( ૧૩૩૯ ) :- આ સ્ટોક રૂ.૧૩૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૦૩ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૬૩ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે…!!

) લ્યૂપિન લિ. ( ૭૮૦ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૬૩ નો પ્રથમ તેમજ રૂ.૭૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ થી રૂ.૭૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) HDFC લિ. ( ૨૪૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૪૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૪૪૭ થી રૂ.૨૪૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૦૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) રિલાયન્સ ઇન્ડ. ( ૧૫૪૦ ) :- રૂ.૧૫૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૬૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૦૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૭૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટેક મહિન્દ્રા ( ૭૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૮૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૬૭ થી રૂ.૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) શ્રેયસ શિપિંગ ( ૮૩ ) :- શિપિંગ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૮૮ થી રૂ.૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) માન એલ્યુમિનિયમ ( ૭૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે કન્સ્ટ્રકશન સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટ થી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે….!!!

) ઝુઆરી ગ્લોબલ ( ૬૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭ નો પ્રથમ તેમજ રૂ.૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ટેલીકોમ સેકટર નો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૦ થી રૂ.૭૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) SMS ફાર્મા ( ૪૭ ) :- રૂ.૪૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૨ થી રૂ.૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૩૮ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૧૨૧૮૮ થી ૧૨૩૭૩ પોઈન્ટ ધ્યાને લેશો…..!! 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.