રણબીર કપૂરના હમશકલનું 28ની ઉંમરમાં કાર્ડિએક અરેસ્ટને કારણે અવસાન

વર્ષ 2020નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ માટે દુઃખદ સાબિત થઈ રહ્યું છે. જાણીતી હસ્તીઓના નિધન બાદ હવે શુક્રવાર (17 જુલાઈ)ના રોજ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. રણબીર કપૂર જેવા દેખાતા કાશ્મીરી જુનૈદ શાહનું કાર્ડિએક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.

તે માત્ર 28 વર્ષનો હતો અને થોડાં સમય પહેલાં જ પેરેન્ટ્સ સાથે પોતાના શ્રીનગર સ્થિત ઘરે આવ્યો હતો. કાશ્મીરી રિપોર્ટર યૂસુફ જમીલે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી.

જુનૈદના અવસાનને લઈ જમીલે ટ્વીટ કરતાં કહ્યું હતું, કાલ રાત્રે અમારા જૂના પડોશી નિસાર અહમદ શાહના પુત્ર જુનૈદનું કાર્ડિએક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. લોકો કહે છે કે તે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર જેવો દેખાતો હતો. હું કહું છું કે તે પોતાના બીમાર પિતા, માતા તથા આખા કાશ્મીર માટે એક આશાનું કિરણ, શક્તિ તથા રક્ષક હતો.

Loading...