Abtak Media Google News

પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ત્યારે રાજકોટ શહેરનાં નાના મોટા શિવાલયોમાં ભગવાન ભોળાનાથનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શિવમંદીરોમાં શિવભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે વિશેષ ઉલ્લેખ કરીએ તો જામનગર રોડ ઉપર આવેલા ભોમેશ્ર્વર મહાદેવ મંદીરમાં આજે શ્રાવણ માસના દ્વીતીય સોમવારે રાજકોટ રાજવી પરિવારના જયદીપસિંહજી ઉર્ફે રામરાજા તથા શિવાત્મીકાબા ઉર્ફે ટીકારાણીએ મહાદેવજીનું અબીલ ગુલાલ દૂધ તલ ચંદન તેમજ બિલ્વપત્ર દ્વારા વિશેષ પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ભોમેશ્ર્વર મહાદેવ મંદીરની ઇ.સ. ૧૯૪૪ મા રણછોડદાસજી મહારાજનાં સાનિઘ્યમાં ઠાકોર સાહેબ પ્રદયુમનસિંહજી તથા અ.સૌ. રાણી સાહેબા નરેન્દ્રકુમારીબા તથા રાજવી પરીવાર દ્વારા પ્રતિષ્ઠાયન વિધિ કરવામાં આવી હતી. એ સમયથી જ દરવષરે વિશેષ શ્રાવણ મહિનામાં રાજવી પરીવારના સભ્યો દ્વારા અહીં ભોમેશ્ર્વર ભોળિયાનું પૂજન-અર્ચના કરી ધન્યતા અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.