રામકૃષ્ણ આશ્રમના વાર્ષિક મહોત્સવમાં ધાર્મિકલાલ પંડયા દ્વારા માણભટ્ટ સાથે આખ્યાનની પ્રસ્તુતી

112

આજે નળાખ્યાન, કાલે ભરત મિલાપ; રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ પ્રાસંગિક પ્રવચન કરશે: વાર્ષિક મહોત્સવ આધ્યાત્મીક શિબિર સાથે સંપન્ન થશે

રામકૃષ્ણ આશ્રમ દ્વારા વાર્ષિક મહોત્સવ ચાલી રહ્યો છે જે માટે માણભટ્ટ કલાના જાણકાર ધાર્મિકલાલ પંડયા રાજકોટ રામકૃષ્ણ આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. ત્રણ દિવસ સુધી માણભટ્ટ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે સુદામા ચરીત્ર, આખ્યાન વિશે બીજા દિવસે નળાખ્યાન તથા ત્રીજા દિવસે ભરત મિલાપ વિશે આખ્યાન યોજાશે. જે માટે આજુબાજુના ગામોથી ભક્તો પર્ધાયા છે.રાજકોટના રામકૃષ્ણ આશ્રમની પરંપરા અનુસાર દર વર્ષે રામકૃષ્ણ દેવનો જન્મદિવસ અને વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ પણ રામકૃષ્ણ આશ્રમમાં વાર્ષિક મહોત્સવની દસ દિવસીય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પહેલા ત્રણ દિવસ સ્વામી સુખાનંદજી દ્વારા રામચરિત માનસનું રસપાન કરવામાં આવ્યું હતું.તેમજ બીજા દિવસોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં થનાર છે.આ વાર્ષિક મહોત્સવના પહેલા ત્રણ દિવસોમાં સુખાનંદજી સ્વામી દ્વારા રામ માનસ ચરિતમાં ભરત મિલાપનું રસપાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં ભકતજનો ઉમટી પડયા હતા.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સ્વામી નિખીલેશ આનંદીયએ જણાવ્યું હતું કે, માણાભટ્ટની કલાનો પ્રારંભ પ્રેમાનંદ દ્વારા થયો હતો. ત્યારબાદ આ વારસો ધાર્મિકલાલ પંડયાના પિતાએ આગળ વધાર્યો હતો. લુપ્ત થતી કલાને સંભાળી ધાર્મિકલાલ આજે ૮૯ વર્ષની ઉંમરે પણ આ કલા લુપ્ત ન થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ કલા લુપ્ત ન થાય તે માટે હવે સંગીત શાળા પણ શ‚ થઈ રહી છે જેથી વિદ્યાર્થીઓ કલા શીખી શકે તથા માણભટ્ટની કલાની ગુજરાતી અસ્મિતા જળવાય.

Loading...