Abtak Media Google News

શાસ્ત્રી ભરતભાઈ મહેતાની વાણીનો લ્હાવો લેતા ભકતજનો: દરરોજ બપોરે કથાસ્થળે મહાપ્રસાદ: ૧૩મીએ સાંજે સુદામા ચરિત્રના પ્રસંગો સાથે કથાની પુર્ણાહુતિ: અબતક દ્વારા લાઈવ ટેલિકાસ્ટ

ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે સમસ્ત ચોવટીયા પરિવાર દ્વારા સુરાપુરા વીરાબાપાના પાવન સાનિઘ્યમાં સમસ્ત પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.૧૩મી સુધી કરાયું છે. જેમાં કથાનાં વ્યાસાસને ડોડીયાનાવાળા (રામ રાજકોટ) શાસ્ત્રી ભરતભાઈ બી.મહેતા વ્યાસપીઠ પર બિરાજી સંગીતસહ કથામૃત રસાસ્વાદ કરાવી રહ્યા છે.

Vlcsnap 2019 04 09 19H25M26S88

ગઈકાલે નૃસિંહ પ્રાગટય, આજે વામન જન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ અને નંદોત્સવના કાર્યક્રમો થનાર છે. તા.૧૧ના ગોવર્ધન લીલા, તા.૧૨ના કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, તા.૧૩ના ભકતરામ સુદામા ચરીત્ર સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો કથા દરમિયાન યોજવામાં આવશે. તા.૧૩ના સાંજે ૪ કલાકે કથાવિરામ લેશે. કથાના સાત દિવસ દરમિયાન સંતવાણી, રાસગરબા, ભજન-કિર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજે બપોરે ૧ થી ૩ કલાકે સમગ્ર ચોવટીયા પરીવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં સમાજના આગેવાનો સહિત સમગ્ર ચોવટીયા પરિવાર ખાસ હાજરી આપશે.Vlcsnap 2019 04 09 19H22M46S243

કથા દરમિયાન દરરોજ બપોરે કથાસ્થળ પર જ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. સમસ્ત ચોવટીયા પરિવાર દ્વારા યોજવામાં આવતી આ ભાગવત કથાના આયોજન માટે આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે. વિશાળ જગ્યામાં ડોમ બનાવી ભાવિકો માટે શાનદાર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર ચોવટીયા પરીવારમાં આનંદની લાગણી સાથે સૌ કોઈ નાના-મોટા કામ માટે કાર્ય કરી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.