Abtak Media Google News

અંગત કારણોસર ધીરેન પંડયાએ રાજીનામુ ધરી દીધું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા ડો.ધીરેન પંડ્યાએ ગુરુવારે પોતાના પદ પરથી મુક્તિ માટે રાજીનામુ ધરી દીધું હતું જેથી આજે નવા ઇન્ચાર્જ રજીસ્ટાર તરીકે આર.જી.પરમારે ચાર્જ સંભાળ્યો હતો.

ડો.ધીરેન પંડ્યા ઇંછઉઈ(હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલોપમેન્ટસેન્ટર)ના ડે.ડાયરેક્ટર અને આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન ૪ વર્ષ પહેલાં તેમને કાર્યકરી કુલસચિવ તરીકેની વધારાની જવાબદારી સોપવામાં આવીહતી દરમિયાન ગત ફેબ્રુઆરી ૨૦૧૭માં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ સમક્ષ વધારાની જવાબદારી માંથી મુક્ત કરવા માંગણી કરી હતી જો કે ત્યારે તેમનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું ન હતું ત્યારબાદ ઇન્ચાર્જ રજીસ્ટર ધીરેન પંડ્યાને કાર્યકરી કુલપતિ સાથે ચડભડ થઈ હતી અને  તે વખતે પણ બીજી વખત તેમને રાજીનામુ ધરી દીધું હતું ત્યારે હવે ગુરુવારે રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે અને રમેશ પરમારને ઇન્ચાર્જ કુલસચિવનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

આજે સવારે ૧૧ કલાકે કાર્યકારી કુલસચિવ તરીકે નો ચાર્જ રમેશ પરમારે સંભાળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ, સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફે કાર્યકરી કુલસચિવ રમેશ પરમારને શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.