રાંધણ ગેસનાં ભાવ વધારા મુદે મહિલા કોંગ્રેસનો અધિક કલેકટરની ચેમ્બરમાં હોબાળો: રામધૂન બોલાવી

અધિક કલેકટર ડીઆરડીએની મીટીંગમાં હોય કોંગી મહિલાઓની ધીરજ ખુટી, મીટીંગ પૂર્ણ થયાની રાહ જોવાને બદલે અધિક કલેકટરની ઓફીસમાં ધામા નાખ્યા

રાંધણ ગેસનાં ભાવ વધારા મુદે આજે મહિલા કોંગ્રેસ કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. જેમાં કલેકટર કચેરી બહાર મહિલાઓએ સુત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં અધિક કલેકટર ડીઆરડીએની મીટીંગમાં વ્યસ્ત હોય મહિલા કાર્યકરોએ ધીરજ ગુમાવીને અધિક કલેકટરની ચેમ્બરમાં પ્રવેશી ત્યાંથી ખુરશીઓ દૂર ખસેડીને નીચે ધામા નાખ્યા હતા અને રામધૂન બોલાવી અધિકારીઓ વિરૂધ્ધ નારા લગાવ્યા હતા જોકે આ હોબાળાની જાણ થતા અધિક કલેકટરે પોતાની ચેમ્બરમાં આવીને આવેદન સ્વીકાર્યું હતુ.

૨૦૧૪થી જ મોંઘવારીમાં માર ખાતા આવ્યા છીએ ત્યારે સામાન્ય મધ્યમ વર્ગ લોકોને ફરીવાર મોટો ઝટકો આપવામાં આવ્યો છે. ઈન્ડીયન રાંધણ ગેસના સબસીડીવાળા રાંધણગેસના બાટલા દીઠ રૂા.૧૫૦ જેટલો તોતીંગ ભાવવધારો ઝીંકાયો છે. તા.૧૩.૨.૨૦૨૦ના રોજ કેન્દ્રની ભાજપ સરકાર તરફથી બજેટની ભેટ રૂપી રાંધણ ગેસ બાટલાનાજે પહેલા રૂા. ૭૧૪ માં આવતો તે હવે રૂા. ૮૫૮.૫૦ માં પડશે સને ૨૦૧૪ પછી સૌથી વધુ તોતીંગ ભાવ વધારો સળંગ છઠ્ઠી વખત ઝીંકાયો છે. અને છેલ્લા છ મહિનામાં રાંધણ ગેસના ૧૪.૨ કિ,ગ્રા બાટલાદીઠ રૂા૨૮૪ ખાસ્સો ભાવવધારો કરીને પ્રજાના ખીસ્સા ખંખેરી લેવામાં આવ્યા છે. મધ્યમ વર્ગીય લોકો ઔદ્યોગીક ઉત્પાદન વૃધ્ધિમાં વારંવાર ઘટાડાને બેરોજગાર અને કંગાળ બની ગયા છે. ત્યારે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં વારંવાર ભાવ વધારાને લીધે લોકોની હાલત ગંભીર પરિસ્થિતિમાં મૂકાઈ ગયેલ છે. કફોડી પરિસ્થિતિમાંમૂકાઈ ગયેલ બાદ જીવવું મુશ્કેલી બની ગયેલ છે.દિલ્હી વિધાનસભા ચૂંટણી પણિમ જાહેર થયા બાદ લોકો પાસેથી આડકતરી રીતે મનફાવે તેમ ભાવ વધારો કરીને પરાજયનો બદલો લેવાના પ્રયાસો હાથ ધર્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જયારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે મોંઘવારી અને ભાવ વધારા બાબતે ભાજપના નૌટંકીબાજ ખેલાડીઓ રોડ રસ્તાઓ વચ્ચે નાટકો કરીને વિરોધ પ્રદર્શન દર્શાવનાર કેમ સતામાં આવ્યા પછી મૌન થઈને હવે લોકોને પીડાથી વંચિત સતાની ખુરશી પર ભાન ભૂલીને પ્રજાલક્ષી નિર્ણયોથી જાણીજોઈને અજ્ઞાન થઈને બેઠા છે.

રાંધણ ગેસના બાટલામાં સતત છઠ્ઠી વખત વધારો ઝીંકાતા ગૃહીણીઓના બજેટ ખોરવાયા

મહીલા કોંગ્રેસ દ્વારા આવેદન વેળાએ જણાવાયું હતું કે સરકારે રાંધણ ગેસના બાટલામાં સતત છઠ્ઠી વખત વધારો ઝીંકયો છે. પહેલા રાંધણ ગેસનો જે બાટલો રૂા ૭૧૪/- માં મળતો હતો તે હવે રૂા ૮૫૮/- માં પડશે. આમ સતત ભાવ વધારાથી મઘ્યમ વર્ગની ગૃહીણીઓના બજેટ ખોરવાઇ ગયા છે.

Loading...