Abtak Media Google News

પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોની હાજરીમાં પદયાત્રીઓ દ્વારા ૧૦૮ ધ્વજાઓ ચડાવાશે: ૧૧ હજાર ભાવિકો માટે ભોજન પ્રસાદનું આયોજન

મોરબી રોડ પર રતનપર પાસે આવેલા સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ રામચરિતમાનસ મંદિરે ધૂળેટી નિમિતે શુક્રવારે ભાવસભર વાતાવરણમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. આ તકે રામમંદિરમાં ઈલેકટ્રીક લાઈટ ડેકોરેશનની તથા પુષ્પરંગોળીની અને પારણામાં ઝૂલતા બાલકૃષ્ણલાલની દર્શનીય શોભા થશે. રામાયણની ચોપાઈઓ અને હનુમાનચાલીસાના પાઠ થશે. આ અંગે વધુ વિગત આપવા ટ્રસ્ટીઓ કાંતીભાઈ નથવાણી, અનીલભાઈ વણઝારા, કિરીટભાઈ સેજપાલ, હસુભાઈ સેજપાલ, ડો. કૃષ્ણકુમાર મહેતા અને હેમલભાઈ દાવડાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

રાજકોટથી પગપાળા આવેલા પદયાત્રીઓ દ્વારા દ્વારકાધીશજીને શાસ્ત્રોકત વિધિથી ૧૦૮ ધજાઓ ચઢાવવામાં આવશે સવારે ૧૦ થી ૧૨ રામ મંદિરના ધૂપ-દીપ અને પુષ્પોની સુવાસથી મહેંકતા વિશાલ સત્સંગખંડમાં મહામંડલેશ્ર્વર પૂ. હરિચરણદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાશે. જેમાં મુખ્ય મહેમાનપદે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત ઉપસ્થિત રહેશે. તેમજ દેવેન્દ્રભાઈ બરછા, ધનસુખભાઈ વોરા, શાંતુભાઈ ‚પારેલીયા, રમેશભાઈ રાચ્છ, ઉપસ્થિત રહેશે. આ સાથે નિર્મળસ્વ‚પદાસજી અશોકભાઈ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ આશીર્વચન પાઠવો. પૂ. હરિચરણદાસજી મહારાજના આર્શીવચન સાથે બપોરે ૧૨.૩૦ કલાકે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. ત્યારબાદ મંદિરના પટાંગણમાં સ્વ. જયંતીલાલ નાથાલાલ લાખાણી તથા માતૃશ્રી કાશીબેન હંસરાજભાઈ સેજપાલ સ્વ. રમણીકભાઈ સેજપાલ હસ્તે સ્વ. હેમલતાબેન સેજપાલના સહયોગથી મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સવારે ૧૧ થી રાત્રીનાં ૮ સુધીમાં અંદાજે ૧૧૦૦૦થી વધુ ભાવિકો ભોજન પ્રસાદ લેશે.

આ સમગ્ર ભકિતગીના આયોજન માટે સીયારામ મંડળીના કારોબારી સભ્યો, રતનપરનાં સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટથી રામમંદિર જવા માટે સીટી બસ નં. ૯,૧૦,૨૧,૪૫,૫૫ ઉપલબ્ધ છે. સીયારામ મંડળીએ ભાવિકોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.