Abtak Media Google News

તા.૧૬:: રાજ્‍યના આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી રમણભાઇ પાટકરે વલસાડ જિલ્લામાં વિકાસના કામો માટે ૧૪મા નાણાપંચની ગ્રાન્‍ટના હુકમોનું વિતરણ કરી, પ્રમાણિક અને પારદર્શિતાથી ગ્રામ પંચાયતોના વિકાસ કામો કરી પંચાયતી રાજને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

Hukam Vitran 16 02 18 1વલસાડ અટકપારડી-ધોડિયા સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૪માં નાણાપંચની ગ્રાન્‍ટના વલસાડ જિલ્લાની ૩૮૪ ગ્રામ પંચાયતોને રૂા.૩૩ કરોડની  ગ્રાન્‍ટ ફાળવણીના હુકમો વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણભાઇ પાટકર સહિત મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરાયા હતા

Hukam Vitran 16 02 2018 1કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગામો માટે રૂા.૩.૫૭ કરોડ, કપરાડા તાલુકાના ગામો માટે  રૂા.૪.૮૧ કરોડ, વલસાડ તાલુકામાં રૂા.૯ કરોડ , પારડી તાલુકામાં રૂા.૪.૧૭ કરોડ, વાપી તાલુકામાં  રૂા.૪.૨૯ કરોડ અને  ઉમરગામ તાલુકાના ગામોમાં વિકાસના કામ માટે રૂા. રૂા.૭.૧૮ કરોડ મળી કુલ રૂા.૩૩ કરોડની ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે.

Hukam Vitran 16 02 2018 3આ અવસરે મંત્રીશ્રી રમણભાઇ પાટકરે જણાવ્‍યું હતું કે, પંચાયત એ ગ્રામ સચિવાલય છે.  ગામના વિકાસના કામો બાબતે ગ્રામના ચૂંટાયેલા સભ્‍યોએ ગામના અગ્રણીઓને સાથે રાખીને કામોની અગ્રીમતાને ધ્‍યાને લઇ પારદર્શિતા સાથે કામો હાથ ધરીને લોક વિશ્વાસ સંપાદિત કરવાનો છે.  ગામના વિકાસના કામો બેવડાય નહી તેનું પણ ધ્‍યાન રાખવાનું રહેશે. તેમણે પેસા એકટ હેઠળના કાયદાઓની વિસ્‍તૃત જાણકારી પણ આપી હતી.

ઉનાળા દરમિયાન કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્‍તારોમાં પાણીની સમસ્‍યા હલ કરવા ચેકડેમ, તળાવ, આડબંધોનું આયોજન કરી કામો કરવામાં આવશે, એમ રાજય આદિજાતિ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા હાટબજાર યોજના હેઠળ ટ્રાઇબલ જિલ્લાઓમાં જયાં ચાર રસ્‍તા પડતા હોય ત્‍યાં ડ્રો સિસ્‍ટમથી બેરોજગારોને રોજગારીની તક પુરી પાડવામાં આવશે,જેથી સ્‍થાનિકોને રોજગારી પણ પ્રાપ્ત થશે.

આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જીતેન્‍દ્રભાઇ ટંડેલે ગામોના સંર્વાગી વિકાસ માટે વધુને વધુ ગામો સમરસ બને સાથે પ્રાથમિક શાળામાં ધટતી જતી વિદ્યાર્થીઓને સંખ્‍યાઓ અંગે ચિંતા કરવા, ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિદભાઇ પટેલે ગામના નાના નાના કામોને પ્રાથમિકતા આપવા, વલસાડના ધારાસભ્‍યશ્રી ભરતભાઇ પટેલે રાજય સરકારે નોનપ્‍લાન રસ્‍તા બનાવી વિકાસની કેડી કંડારી હોવાનું,  પારડીના ધારાસભ્‍યશ્રી કનુભાઇ દેસાઇએ વિકાસની સાથે સ્‍વચ્‍છતાના કામોને પ્રાધાન્‍ય આપવા જણાવ્‍યું હતું.

પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી ગૌરાંગ મકવાણાએ ૧૪ માં નાણાંપંચની માહિતી આપી  પંચાયતના વહીવટને વધુ સુદ્યઢ બનાવવા અને લોકોના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ કરી શકાય તે જોવા જણાવ્‍યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.