Abtak Media Google News

૧૦ દિવસના કાર્યક્રમમાં અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ: આજે લોક સાહિત્યકાર પ્રવિણદાનભાઈ ગઢવી દ્વારા કાર્યક્રમ સાથે ઉત્સવનું થશે સમાપન

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા વાર્ષિકોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં લોકસાહિત્ય કાર ટીવી કલાકાર, પ્રવિણદાનભાઈ ગઢવીના લોક સાહિત્યનો ડાયરો આજ સાંજે યોજાનાર છે અને આ વાર્ષિક ઉત્સવના ભાગરૂપે સ્વામીવિવેકાનંદના જીવન ચરિત્ર વિશેની વાત કરવામાં આવીશે જેમાં આદિભવનના મહારાજ અધ્યક્ષતા કરી રહ્યા છે. રામકૃષ્ણ મીશન ઈન્દોરના સ્વામી અને રામકૃષ્ણ મઠ પૂણેના સ્વામી શ્રીકાંતાનંદજી તેમજ રામકૃષ્ણમીશનના સ્વામી ગુણારૂપાનંદજી રામકૃષ્ણ મીશન પોરબંદરનાં આત્મદીપાનંજી આ બધા સ્વામીના પ્રવચનો યોજાયા હતા. રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં દર વર્ષે ઉજવવામાં આવતા વાર્ષિકોત્સવ નિમિતે કુલ દસ દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.Vlcsnap 2019 04 30 11H51M22S140

જેમાં આ વર્ષે પણ રામકૃષ્ણ આશ્રમમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રવિશે ઈન્દોરના સ્વામી રામકૃષ્ણમઠ પૂણેના સ્વામી શ્રીકાંતાનંદજી તેમજ રામકૃષ્ણ મીનના સ્વામી ગુણા‚પાનંદજી, રામકૃષ્ણ મીશન પોરબંદરનાં આત્મદીપાનંદજીના પ્રવચનો યોજાયા હતા અને લોકસાહિત્ય કલાકાર ટીવી કલાકાર, પ્રવિણદાન ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્વામી નિખિલેશ્વ જણાવ્યું હતુ કે રામકૃષ્ણ આશ્રમ દ્વારા ઘણા વાર્ષિક ઉત્સવના ભાગરૂપે ધણા બધા કાર્યક્રમનું આયોજન થયું હતુ અને આજરોજ આ વાર્ષિક ઉત્સવનો છેલ્લો દિવસ છે અને બહોળી સંખ્યામાં સંતો, મહંતો ભકતો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.