Abtak Media Google News

દશેરાના વેકેશન બાદ આજથી સુપ્રીમ કોર્ટમાં ચાર દિવસ સુધી અંતિમ સુનાવણી: ૧૭ નવેમ્બર પહેલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચૂકાદાની સંભાવના

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા અયોધ્યા વિવાદ કેસની સુનાવણીમાં અંતિમ ચાર દિવસો બાકી રહ્યાં છે. આ કેસની નિયમિત સુનાવણી કરતી ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની બેન્ચે આ કેસની સુનાવણી માટે ૧૭મી ઓકટોબર આખરી દિવસ નિશ્ચિત કર્યો છે. આ સુનાવણી પૂર્ણ યા બાદ એકાદ માસમાં ચૂકાદો આવવાની સંભાવના વ્યકત ઈ રહી છે. આ કેસમાં ચૂકાદો હિન્દુ પક્ષકારો તરફે આવ્યાની સંભાવના વધુ હોય કાનૂનવિદો અયોધ્યામાં રામ મંદિર હવે નિશ્ચિત હોવાનું માની રહ્યાં છે. ત્યારે આ ચૂકાદા પહેલા અને પછી અયોધ્યામાં કોઈ સંઘર્ષ ઉભો ન ાય  તે માટે તકેદારીના ભાગ‚પે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ ઉભી કરવાનો હુકમ કરાયો છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી આજી અંતિમ તબક્કામાં પ્રવેશ કરનારી છે. કોર્ટની બંધારણીય બેંચ આ કેસની સુનાવણી આજી ૩૮માં દિવસે કરશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણની ખંડપીઠે આ જટિલ મુદ્દાને નમ્ર ઉકેલ લાવવામાં મધ્યસ્થી પ્રક્રિયા નિષ્ફળ થયા પછી ૬ ઓગસ્ટથી આ કેસમાં દૈનિક સુનાવણી શરૂ કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના વર્ષ ૨૦૧૦ના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ ૧૪ અપીલ પર સુનાવણી કરી રહી છે. ખંડપીઠે આ કેસમાં કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરવા માટેની સમયમર્યાદાની સમીક્ષા કરી હતી અને ૧૭ ઓક્ટોબરની મર્યાદા નક્કી કરી હતી. આ ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ. નઝીરનો સમાવેશ થાય છે. અલ્હાબાદ હાઈકોર્ટે ચાર અલગ અલગ સિવિલ કેસો પર ચુકાદો આપતાં વિવાદિત ૨.૭૭ એકર જમીનને ત્રણેય પક્ષો, સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલાલ વિરાજમાન વચ્ચે સમાન રીતે વહેંચવા જણાવ્યું હતું. આ કેસનો ૧૭ નવેમ્બર સુધીમાં આખરી હુકમ આવી શકે છે.

કોર્ટે અંતિમ તબક્કાની દલીલોનું સમયપત્રક નિર્ધારિત કરતાં કહ્યું હતું કે મુસ્લિમ પક્ષો ૧૪ ઓક્ટોબર સુધીમાં પોતાની દલીલો પૂર્ણ કરશે અને ત્યારબાદ હિન્દુ પક્ષોને ૧૬મી ઓકટોબર સુધી બે દિવસની મુદત આપવામાં આવશે. આ કેસમાં ચુકાદો ૧૭ નવેમ્બર સુધીમાં આવે તેવી સંભાવના છે. આ દિવસે ચીફ જસ્ટીસ ગોગોઇ નિવૃત્ત થઈ રહ્યા છે. અયોધ્યા વિવાદ અંગે નીચલી અદાલતમાં પાંચ કેસ દાખલ થયા હતા. પ્રથમ કેસ ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટને હિન્દુઓને વિવાદિત સ્થળે પ્રવેશ અને પૂજા કરવાનો અધિકાર આપવા માંગ કરી હતી તે જ વર્ષે પરમહંસ રામચંદ્રદાસે પણ અદાલતમાં વિવાદિત વિવાદાસ્પદ માળખું, કેન્દ્રિય ગુંબજમાં રામ લલાની પ્રતિમાની પૂજા અને રાખવા માટે મંજૂરીની માંગ કરી હતી. બાદમાં તેણે તેની અરજી પાછી ખેંચી લીધી હતી.

નિર્મોહી અખાડાએ ૧૯૫૯ માં નીચલી અદાલતમાં દલીલ કરી હતી અને ૨.૭૭ એકર વિવાદિત જમીન અને ‘શેબાયતી’ (સેવકો) ના અધિકારની માંગણી કરી હતી. આ પછી, ૧૯૬૧ માં, ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ પણ કોર્ટમાં પહોંચ્યું અને તેની વિવાદિત સંપત્તિનો દાવો કર્યો.ત્યારબાદ ‘રામ લાલા વિરાજમાન’ એ ૧૯૮૯ માં અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ દેવકી નંદન અગ્રવાલ અને રામ જન્મભૂમિ દ્વારા કેસ દાખલ કર્યો હતો અને વિવાદિત જમીન પર તેમની માલિકીની ખાતરી આપી હતી. ૬ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસ્ત બાદ આ તમામ કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટના ૨૦૧૦ના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ૧૪ અપીલો દાખલ કરવામાં આવી હતી. જેની દૈનિક સુનાવણી આખરી તબક્કામાં પહોંચી છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ મામલે ચાલી રહેલી સુનવણી ૧૭ ઓક્ટોબરે પૂર્ણ શે. તેના આશરે એક મહિના પછી એટલે કે ૧૭ નવેમ્બરે સુધીમાં ચુકાદો આવી શકે છે. આ મામલાની સંવેદનશીલતા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં ઉત્તરપ્રદેશ સરકાર કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે, જે ડિસેમ્બર સુધી લાગુ રહી શકે છે. ગઈકાલ મોડી રાતે જિલ્લા અધિકારી અનુજ ઝા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, અયોધ્યા-ફૈઝાબાદ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી સંગઠિત, સામુહિક કાર્યક્રમો કે મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે. જોકે, દિવાળીના તહેવારો દરમિયાન અયોધ્યાનું વિશેષ મહત્વ હોવાથી ત્રણ દિવસ માટે આ નિર્ણયનો અમલ હળવો કરાશે.

ઉલ્લેખનિય છે કે, ૧૭ ઓક્ટોબર સુધીમાં બંને પક્ષો પોતાની દલીલો પૂર્ણ કરી લે એ પછી એકાદ મહિના સુધીમાં ચૂકાદો આવે એવી સંભાવના છે. આ શકવર્તી ચૂકાદાની સંભવિત અસરો ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર તકેદારીના પગલાં લઈ રહ્યું છે. સુરક્ષાકર્મીઓની પહેલી ટુકડી આવતાં અઠવાડિયે અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં કામ કરી ચૂકેલા વરિષ્ઠ અધિકારીઓને પણ વિશેષ ફરજ પર હાજર રહેવાના આદેશ કરી દેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.