Abtak Media Google News

પત્રકાર રામચંદ્ર છત્રપતિ અને ડેરાના પૂર્વ મેનેજર રણજીતસિંઘની હત્યા કેસ: સીબીઆઈની ખાસ અદાલતમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રામ રહીમ સામે સુનાવણી

દુષ્કૃત્યના કેસમાં ૨૦ વર્ષનો કારાવાસ કાપી રહેલા રામ રહીમ સામે આજથી બે હત્યાના કેસમાં સુનવણી હાથ ધરવામાં આવી છે. જેથી હિંસા ભડકવાની દહેશતે પંચકુલામાં જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રામ રહીમના કૃત્યનો પર્દાફાશ કરનાર પત્રકાર રામચંદ્ર છત્રપતિ અને પૂર્વ ડેરા મેનેજર રણજીતસિંઘની હત્યા કેસની સુનાવણી હાજથી શ‚ થશે. આ કેસ પણ સીબીઆઈની ખાસ અદાલતમાં ચાલી રહ્યો છે. જેના જજ અગાઉ રામ રહીમને દોષી ઠેરવી સજા ફટકારના જગદીપસિંઘ જ છે. મામલાની ગંભીરતાને જોતા હરિયાણાના ડીજીપી બી.એસ.સંધુએ પેરા મીલીટ્રી ફોર્સ અને પોલીસ જવાનોને કોર્ટની આસપાસ ખડકી દીધા છે. આ ઉપરાંત પંચકુલાના અન્ય વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા સજ્જડ સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ રામ રહીમને વિડિયો કોન્ફરન્સ મારફતે અદાલત સમક્ષ રજુ કરવામાં આવશે. હાલ રામ રહીમ રોહતક નજીકના સુનારીયા જિલ્લાની જેલમાં બંધ છે. કેસની વિગત મુજબ વર્ષ ૨૦૦૨માં રામચંદ્ર છત્રપતિ અને રણજીતસિંઘની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ રામ રહીમ પર છે. અગાઉ રામ રહીમને દુષ્કૃત્યના કેસમાં સજા ફટકાર્યા બાદ સીરસા, હરિયાણા, દિલ્હી, પંજાબ સહિતના અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી. ડેરા સમર્થકોએ બબહોળા પ્રમાણમાં ભાંગફોડ કરી હતી. પોલીસના ગોળીબારમાં ૩૮ લોકોના મોત થયા હતા જયારે સમગ્ર ઘટનામાં ૨૬૪ને ઈજાઓ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.