Abtak Media Google News

શારીરિક શોષણના મામલે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર પંચકૂલાની સીબીઆઈ કોર્ટ કાલે ચુકાદો આપવાની છે. ચૂકાદા બાદ હિંસાની આશંકાના કારણે હરિયાણા અને પંજાબ હાઈ એલર્ટ પર છે. હરિયાણાની સરહદો સીલ કરી દેવાઈ છે. મોટી સંખ્યાંમાં અર્ધસૈનિક દળોની તૈનાતી સાથે સેનાને પણ એલર્ટ રાખવામાં આવી છે. ઉત્તર રેલવેએ ગુરુવારના રોજ 6 અને શુક્રવારના રોજ પંજાબ જનારી 22 ટ્રેનોને રદ કરી નાખી છે. હાલાત પર કેન્દ્ર સરકારની પણ નજર છે. ગૃહ મંત્રાલયે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા પણ કરી. આ દરમિયાન રામ રહીમે ટ્વિટ કરીને સમર્થકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવી રાખે.

પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ઈન્ટરેનેટ અને અન્ય ડેટા સર્વિસિઝ 72 કલાક માટે બંધ કરી દેવાઈ છે. ડ્રોન્સ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

બે દિવસ શાળા-કોલેજો, સરકારી કચેરીઓ બંધ

હરિયાણા અને ચંડીગઢમાં બે દિવસ માટે શાળા, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે વધારાના સુરક્ષા માટે વધુ જવાનોની બટાલિયન બંને સ્થળોએ ઉતારી દીધી છે.

રામ રહીમ પર ચુકાદો આપશે તે જજ કોણ છે?
– 25 ઓગસ્ટના રોજ સિરસા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ પર સાધ્વી યૌન શોષણ કેસમાં ચુકાદો આવવાનો છે.
– સીબીઆઈના જજ જગદીપ સિંહ રામ રહીમ કેસ પર ચુકાદો સંભળાવવા તૈયાર છે જેને લઈને પંચકુલામાં લાખો ડેરા સમર્થકો એકત્ર થયા છે.
– અખબારી અહેવાલો મુજબ, જજ જગદીપ સિંહ વર્ષ 2012માં હરિયાણા જ્યૂડિશિયલ સર્વિસમાં જોડાયા હતા. તેમનું પહેલું પોસ્ટિંગ સોનીપતમાં થયું હતું. સીબીઆઈમાં તેમનું બીજું પોસ્ટિંગ છે.
– કહેવાય છે કે સીબીઆઈ કોર્ટમાં જજ નિયુક્ત થવું સરળ નથી હોતું. પરંતુ જગદીપ સિંહની કાબેલિયતના કારણે હાઈકોર્ટ પ્રશાસને એક જ પોસ્ટિંગ બાદ તેમને સીબીઆઈ કોર્ટની જવાબદારી સોંપી.
– સિંહે પંજાબ યુનિવર્સિટીમાંથી વર્ષ 2000માં કાયદાની ડિગ્રી મેળવી હતી. એક જ્યૂડિશિય અધિકારીએ સિંહ વિશે જણાવ્યું કે જગદીપ સિંહ ખૂબ જ તેજસ્વી સ્ટુડન્ટ હતા. તેઓ અધિકારી તરીકે સખત પરિશ્રમી હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.