Abtak Media Google News

કરિયાવરમાં ૧૧૧ આઇટમો સાથે ૧ લાખની નવદંપતીને રાહત વિમા પોલીસી અપાશે: આયોજકો અબતકના આંગણે

દિકરી વ્હાલનો દરિયો…. દિકરી ને સમાજમાં ઉચ્ચ સ્થાન મળી રહે અને તેની આવનાર જીંદગી સુખમય પસાર થાય તે માટે તેના માતા-પિતા અને કુટુંબ પરિવાર દ્વારા તેનું ઘડતર કરવામાં આવે છે પરંતુ જે દિકરીને માતા-પિતા ન હોય તે દીકરીનું શું…? આવી દિકરીઓની વહારે આવ્યું છે શ્રી રામ ગૌ સેવા મંડળ આ મંડળ દ્વારા રવિવારે દ્વિતીય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

રામ ગૌસેવા મંડળ રાજકોટ દ્વારા આયોજીત સાત દિકરીના દ્વિતીય સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન નિમાવત મનોજ મારાજ (ત્રંબાવાળા) તેમજ સુરજકુમાર પંડયા, જાગૃતિબેન વિરાસ, હસમુખાઇ રામવત (મીઠાપુર વાળા) જયંતિભાઇ પુનાભાઇ પરમાર, (મેધમાયા માનવ કલ્યાણ ટ્રસ્ટ, ગામ વાળધરી) અર્ચનાબેન અમરશીભાઇ હિંગડા, જગદીશભાઇ બેચરભાઇ કવૈયા (ચીમડાવાળા)  મહેશભાઇ બેચરભાઇ કવૈયા તેના સંપૂર્ણ સાથ અને સહકાર તેમજ ચીભડા ગામના દાતાઓના સહયોગથ સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં દરેક દીકરીઓને કરીયાવર રુપે નાની મોટી ૧૧૧ આઇટમો ભેટ આપવામાં આવશે. રવિવારના રોજ આ શુભ લગ્ન નિલકંઠ પાર્ક ગ્રાઉન્ડ દેવપરા જુની શાક માર્કેટ મેઇન રોડ, રાજકોટ ખાતે યોજાશે. રામ ગૌ સેવા મંડળ દ્વારા સેવાકીય પ્રવૃતિ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરેલ જેમાં સર્વ જ્ઞાતિની માતા-પિતા વિહોણી દીકરીને સપૂર્ણ સહયોગ આપવામાં આવે છે.

આ સમુહ લગ્નમાં સ્વ. મનસુખલાલ મનહરલાલ પરમાર (ગોંડલવાળા) ના સ્મરાણાર્થે પરમાર પરિવાર રાજુભાઇ તેમજ મનીષભાઇ તેમના પુત્રો દ્વારા સમુહલગ્ન મંડપના દાતા અનીલભાઇ ખીમજીભાઇ માધળ, બી.સી. વાળા સીતારામ મંડપવાળા જયંતિભાઇ શંકરભાઇ રામાવત, તેમજ સાહિત્ય કલાકાર જયોતિદાન ગઢવી, રાધેકૃષ્ણ મહિલા મંડળ તેમજ અવધ ધુન મહીલા મંડળના તમામ બહેનો લગ્નના દિવસે સેવા આપવા આવશે.

આ કાર્યક્રમને લઇ કાર્યકરોએ અબતકની મુલાકાત લીધી હતી અને જાગૃતિબેન વિરાસતે જણાવ્યું હતું કે અમારો સમુહ લગ્નનો આ બીજો સફળ પ્રયાસ છે અમારા ટ્રસ્ટ દ્વારા માતા-પિતા વિહોણી દિકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. આ સમુહ લગ્નોત્સવ સર્વજ્ઞાતિઓનો છે. માતા-પિતા વગરની કન્યાઓ જે વિવાહ લાયક હોય તેમને આ સમુહલગ્નમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાત નવયુગલો આ સમુહલગ્ન દ્વારા નવજીવનની શરુઆત કરશે. આ દ્વિતીય સમુહ લગ્નોત્સવમાં દાતા ઇન્દુબેન રસીકભાઇ નિમાવત તરફથી ૧ લાખની નવદંપતિ ને રાહત વિમા પોલીસી આપવામાં આવશે આ સાથે વિવિધ કરીયાવર પણ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.