Abtak Media Google News

સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ સ્થળોએ સિકયોરીટી ગાર્ડની ગેરહાજરી જોવા મળતા પેન્થર, ભાગ્યોદય અને શિવ સિકયોરીટી એજન્સીને દંડ

માલ મિલકતના રક્ષણ માટે મહાપાલિકા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં મિલકતો રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના સુરક્ષા વિભાગના અધિકારી દ્વારા તાજેતરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ અને કાલાવડ રોડ પર પાણીના ટાંકે સિકયોરીટી ગાર્ડની ગેરહાજરી જોવા મળતા ત્રણ સીકયોરીટી એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ તાજેતરમાં સુરક્ષા વિભાગના અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, કાલાવડ રોડ પર ન્યારી ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના ટાંકા પાસે સિકયોરીટી ગાર્ડ જોવા ન મળતા સંબંધિત એજન્સીઓને નોટિસ આપવામાં આવી હતી.

નોટિસનો જવાબ ગાહ્ય રાખવામાં ન આવતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ પેન્થલ સિકયોરીટી એજન્સીને રૂ.૫ હજાર, ભાગ્યોદય સિકયોરીટી એજન્સીને રૂ.૫ હજાર અને શિવ સિકયોરીટી એજન્સીને રૂ.૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.