Abtak Media Google News

મોરબી પાલિકામાં કામ કરતા કોન્ટ્રકટ આધારે સફાઈ કર્મીઓનો સમયસર પગાર ન મળતા તેમજ આ કોન્ટ્રાકટ પ્રથામાં અન્યાય થવાના આક્ષેપ સાથે ૨૦૦થી વધુ જેટલા સફાઈ કર્મીઓએ ૮ દિવસથી હડતાળ પર ઉતર્યા છે. તમામ સફાઈ કર્મીઓ કોન્ટ્રકટ પ્રથામાં તેમનું શોષણ થતું હોવાથી,કોન્ટ્રકટ પ્રથા નાબુદ કરવા,અને દરેક કોન્ટ્રક પર રહેલ કર્મચારીને કાયમી કરવા,વારસદાર પ્રથા લાગુ કરવા,હાલની શહેરની વધતી વસ્તીને ધ્યાને લઇ નવા કર્મચારીઓની ભરતી કરવી,અગાઉ જે પણ કર્મીઓ પર કેસ થયો છે તેમને કાયમી કરવા વગેરે માંગણીના મુદે પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કલેકટર સહિતનાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રેલી દરમ્યાન સફાઈ કામદારોએ પાલિકા હાય હાયની નારા લગાવી ઉગ્ર દેખાવો કર્યા હતા.અને પોતાની માગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે,આ રોજમદાર સફાઈ કર્મચારીઓની કાયમી કરવાની માગણી સંતોષવા તંત્ર અસમર્થ છે.આ સતા નગરપાલિકા પાસે નથી.તેમ છતાં રોજમદાર કર્મચારીઓ પોતાની માંગને લઈને અડગ છે.

ત્યારે સફાઈના પ્રશ્ન પર ગંભીર અસર ન થાય તે માટે મશીનો મૂકીને તેમજ કાયમી કર્મચારીઓ દ્વારા કાયમી રીતે મુખ્યમાર્ગો અને શેરીગલીઓમાં સફાઈ કરવામાં આવી રહી છે.આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પૂર્વે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ મહિલા કર્મીઓ પાલિકા કચેરીમાં જતી અટકાવી હતી.મહિલાઓએ જો વહેલી તકે તેમની માગણી સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.