ગોંડલમાં કોરોના વોરિયર્સને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવાયું

ગોંડલ શહેર અને તાલુકા માં કોરોના નો કહેર કાબુ માં કરવા માટે અને નાગરિકોની તંદુરસ્તી અને સુખાકારી માટે સખત અને સતત કામગીરી કરી રહેલ ગોંડલ તાલુકા હેલ્થ કચેરી,અર્બન હેલ્થ સેન્ટર ભગવતપરા અને વોરાકોટડા ના તમામ હેલ્થ કર્મચારીઓને રક્ષાબંધન તહેવાર ને અનુલક્ષીને ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના નેજા હેઠળ કલ્યાણ ચેરી.ગ્રુપ,ગ્રીન અર્થ ગ્રુપ ના યુવા ભાઈબહેનો દ્વારા રક્ષા કવચ સાથે કુમકુમ તિલક કરી હેલ્થ વિભાગ ના કોરોના વોરિયર્સ ડોકટર્સ, મેડી.ઓફિસર સહિત તમામ કર્મચારીઓને રાખડી બાંધી તેમની સુખાકારી,તંદુરસ્તી અને સમૃદ્ધિ ની પ્રાર્થના સાથે રક્ષાબંધન ઉજવવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને ડો. જી. પી. ગોયલ ઝઇંઘ ગોંડલની જહેમત થી સફળ બનાવવામાં આવ્યો.

રક્ષાબંધન ના આ શુભ કાર્યમાં આકાશ રાઠોડ, પ્રેમલ પંડ્યા, નિખિલ પથાણી, હેતલબેન ઠુમર, જિલ પરમાર, મેહુલ પેથાણી, કિનજલબેન, જલ્પાબેન, ઇષિતા વ્યાસ, યશ, જયદીપ, ધ્યેય, રિશીત, કુંજનબેન, સુમિત્રાબેન, હિરલબેન, માનસી, મિતાબા પરમાર, નિરાલિબેન,વગેરે જોડાયા હતા.

Loading...