Abtak Media Google News
૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૦:૫૨ થી ૧૨:૪૯ સુધીના સમયગાળામાં અદ્ભુત નજારો જોઈ શકાશે

દેશભરમાં આગામી ૭ ઓગસ્ટ સોમવાર અને રક્ષાબંધનના દિવસે રાત્રે ‘ અર્ધ ચંદ્રગ્રહણ’ જોઈ શકાશે. આ ચંદ્રગ્રહણનો સમય રાત્રે ૧૦:૫૨ થી શ‚ કરી ૧૨:૪૯ સુધી આ અદ્ભુત નજારો જોઈ શકાશે. ચંદ્રગ્રહણના આ સમયગાળામાં પૂર્વ આફ્રિકા, મધ્ય રશિયા, ચાઈના, પૂર્વમાં અને સમગ્ર ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે.

આ જાહેરાત મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કરવામાં આવી છે. તેમાં ફરીથી આવું ચંદ્રગ્રહણ આવતા વર્ષે ૩૧ જાન્યુઆરીના રોજ પણ સમગ્ર દેશમાં જોવા મળશે.

તેમ જણાવવામાં આવ્યું હતું. સુર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જતા ચંદ્રગ્રહણ થાય છે પણ આ વખતે આ ચંદ્રગ્રહણ વખતે આ ત્રણેય સીધી રેખામાં નહી થતા માત્ર ચંદ્રનો નાનકડો ભાગ જ પૃથ્વીના પડછાયામાં આવશે. જેના કારણે અર્ધચંદ્રગ્રહણ સર્જાશે.

બીજીબાજુએ સુર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી રેખામાં આવ્યા બાદ પૂર્ણ ચંદ્રગણમાં જોવા મળે છે.

આ વખતે સુર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતા પૃથ્વી રોકી દેશે. ત્યારબાદ તે ચંદ્ર સુધી પહોંચશે. નહે‚ પ્લેનેટોરીયમ દ્વારા પણ મુલાકાતીઓ માટે ચંદ્રગ્રહણ નિહાળવા ખાસ ટેલીસ્કોપ ગોઠવવામાં આવશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો ૧ કલાક ૫૭ મિનિટનો રહેશે. ત્યારે તીન-મૂર્તિ હાઉસ લોનમાં રાત્રે ૯ વાગ્યે જ આ ગોઠવણી કરી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.