રજવાડી રાસ મહોત્સવનું સતત આઠમાં વર્ષે ધમાકેદાર આયોજન

‘અબતક’ના સંગાથે

સુપ્રસિધ્ધ સીંગર રિયાજ કુરેશી, કાજલ કથરેચા, ગોવિંદ ગઢવી, તુષાર ચુડાસમા તથા આર.જે. જય ખેલૈયાઓને ડોલાવશે; પાસ બુકીંગ ચાલુ; આયોજકો ‘અબતક’ના આંગણે

‘અબતક’ મીડીયાના સથવારે સતત ૮માં વર્ષે રજવાડી રાસ મહોત્સવનું નવ દિવસ ધમાકેદાર આયોજન કરાયું છે. ૫ થી ૬ હજાર ખેલૈયાઓ આસાનીથી રમી શકે એવા વિશાળ ગ્રાઉન્ડમાં અને જાણીતા ઓરકેસ્ટ્રા ગ્રુપના સથવારે ધમાકેદાર અર્વાચીન રાસોત્સવનું ૧૫૦ ફૂટ રીંગરોડ, બાલાજી હોલની પાછળ, ધોળકિયા સ્કૂલની નજીકના ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરાયું છે. હજુ પણ કોઈ ખેલૈયાઓ પાસ કઢાવવામાં બાકી હોય તેમના માટે પાસ બુકીંગ ચાલુ છે.

સતત ૭ વર્ષની જબ્બર સફળતા બાદ ૮માં વર્ષે પણ ‘અબતક’ મીડીયાના સંગાથે રજવાડી રાસ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. રાસોત્સવ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની સુવિધાઓ માટે બાઉન્સર તેમજ ખેલૈયાઓ ફ્રી સ્ટાઈલમાં ઝુમી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે. એક લાખ વોટની મેગા સાઉન્ડ સીસ્ટમ તેમજ એસએન ગ્રુપનું ઓરકેસ્ટ્રા ખેલૈયાઓને મનમૂકીને ઝુમાવશે. આ ઉપરાંત આયોજકોએ ખેલૈયાઓની સુવિધા માટે સીકયુરીટીને વિશેષ મહત્વ આપ્યું છે.

‘અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં સુપ્રસિધ્ધ ગાયકો રિયાજ કુરેશી, કાજલ કથરેચા, ગોવિંદ ગઢવી, તુષાર ચુડાસમા ગરબા-ગીતો ગાઈ રાસ રસીયાઓને ડોલાવશે આ ઉપરાંત એન્કર આર.જે. સાકરીયા પણ મનોરંજન પૂરૂ પાડશે. રજવાડી રાસ મહોત્સવમાં નવે નવ દિવસ પ્રિન્સ-પ્રિન્સેસને આકર્ષક ઈનામ આપી નવાજવામાં આવશે.

છેલ્લા દિવસે બાઈક, ફ્રીઝ, ટીવી, સોનાનો ચેઈન, ઘરઘંટી, મોબાઈલ, વોશીંગ મશીન વગેરે જેવા લાખેણા ઈનામોથી પ્રોત્સાહિત કરવામાં આવશે. બાળકો માટે પણ સાઈકલ વગેરે જેવા ઈનામો રખાયા છે. હજુ પણ પાસ બુકીંગ ચાલુ હોય જેન્ટસ પાસ રૂા.૯૦૦, લેડીઝ પાસ રૂા. ૭૦૦ તથા બાળકો માટેના પાસ રૂા. ૬૦૦નું બુકીંગ ચાલુ છે.

‘અબતક’ રજવાડી રાસ મહોત્સવ માટે ૩૦ થી વધુ યુવાઓ મહેનત કરી રહ્યા છે. પાસ બુકીંગ માટે રૂબરૂ એચ.એફ. ૭૪, શ્રીમદ્ભવન, કાંતા સ્ત્રી વિકાસ ગૃહની સામે, ઢેબર રોડ રાજકોટ ખાતે સંપર્ક સાધવો. આ વર્ષે આકર્ષણમાં ગ્રાઉન્ડને ટ્રેડીશ્નલ શણગાર કરાયો છે. નવરાત્રી મહોત્સવની ભવ્ય સફળતા માટે આયોજકો ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીક કમાણી, વા. ચેરમેન મોહિત વઘાસીયા, વા. પ્રેસીડેન્ટ હરિ પ્રજાપતી, પ્રોજકેટ ચેરમેન હિનેશ સાકરીયા, વા.પ્રો.ચેરમેન લલીત સિદપરા, સેક્રેટરી હર્ષિલ તાળા, વા. સેક્રેટરી રોશલ સગપરીયા, કો.ઓડીનેટર જયદિપ પાટરીયા, લેરીશ પટેલ, ગૌતમ ગૌસ્વામી, ઓર્ગેનાઈઝર ગૌરવ પટેલ, મોહિત સરવૈયા, જીનેન જીડીયા, જયપાલ ચાવડા, વિજય ઠુમ્મર, વસીમ ડાકોરા, ભરત ગઢીયા, નિખીલ ઢાંકેચા વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...