Abtak Media Google News

ટોળકીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગુન્હા આચર્યાની આપી કબુલાત: ગેંગના પાગ ઈસમો પૈકી ચાર પોલીસના હાથમાં ગુન્હામાં સામેલ એક ઇસમ રોકડ લયને વતનમાં ફરાર લેપટોપ, કાર,મોબાઈલ, રોકડ, સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ પંથકમાં લાંબા સમયથી એ.ટી.એમ. ફ્રોડ ના ગુન્હા વધ્યા હતા ખાસ કરીને ભોળી અને અભણ પ્રજાને મદદ ના બહાને ટાર્ગેટ કરવામાં આવતી હતી તેમનું અ એ.ટી.એમ.કાર્ડ મેળવી કાર્ડનો ડેટા ચોરી કરી તસ્કરી આચરાતી હતી તાજેતરમાં ૫ મી જૂને વંથલીનાં બંટીયા ગામના શશીકાંત આકોલા એ.ટી.એમ. કાર્ડ થી પૈસા ઉપાડવા ગયા ત્યારે અજાણ્યા શખ્સોએ મદદ કરવાના બહાને તેમનું કાર્ડ હાથમાં લીધા બાદ ખાતામાંથી ૨૩.૫૦૦ અને ૫૯.૫૦૦.ની રોકડ ઉપડી ગય હતી આ અંગે વંથલી પોલીસમાં ગુન્હો નોંધાયો હતો આવિજ ઓપરેન્ડી નો ગુન્હો કેશોદ માં નોંધાતા જીલ્લા પોલીસ વડા એ આ અંગે તપાસ એસ.ઓ.જી. ને સોપી હતી ગુન્હાના સમયના મોબાઈલ લોકેશન ટ્રેસ કરી ખાનગી રાહે બાતમી એકઠી કરી હતી મહારાષ્ટ્ર પાસીંગની કારમાં સોમનાથથી વંથલી તરફ આવતા ચાર શખ્સો ને અગતરાય પાસે આતરી આગવી ઢબે પુછ પરછ કરતા તેઓએ એ.ટી.એમ.કાર્ડ ક્લોન કરી ગુન્હા આચરતા હોવાની કબૂલાત આપી હતી

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ હાધ એ.ટી.એમ.કાર્ડ ફ્રોડ ના ગુન્હાઓ વધતા જીલ્લા પોલીસ વડા એ તાજેતરમાં નોંધાયેલા વંથલી અને કેશોદ નાં ગુન્હા ની તપાસ એસ.ઓ.જી બ્રાંચ ને સોપી હતી પી.આઇ.વાળા સહિતની ટીમે ગુન્હાના સમયના મોબાઈલ લોકેશનો ટ્રેસ કરી ખાનગી રાહે બાતમી મેળવી મહારાષ્ટ્ર પાસીંગની કારમાં સોમનાથથી વંથલી તરફ આવતા ચાર શખ્સોને આગવી ઢબે પુછપરછ કરતા સમગ્ર ગુન્હાઓની સિલશીલા બધ્ધ કબુલાત આપી હતી પોલીસે (૧)વિનય બંગાલી ગુપ્તા ઉ.વ.૨૭ રહે મુળ ભદોહી ઉત્તરપ્રદેશ હાલ ગોરેગાવ વેસ્ટ મુંબઈ (૨)વિનોદ મુન્નાલાલ વર્મા ઉ.વ.૨૫ મુળ લાલકપુરવા ઉત્તરપ્રદેશ હાલ ગોરેગાવ વેસ્ટ મુંબઈ (૩) સુનિલ રામબરન વર્મા ઉ.વ.૩૦ રહે જમાલપુર ઉત્તરપ્રદેશ (૪) રાઘવેન્દ્ર ઉર્ફે ભોલો રામ કિશોર યાદવ ઉ.વ.૨૫ રહે. પુરેગુલાબ ઉત્તર પ્રદેશ વાળાની ધરપકડ કરી હતી જ્યારે અમીત વિજયનાથ પાંડે તેમના સાગરિતો ના જણાવ્યા અનુસાર વતન બાલાપુર રોકડ લયને ગયેલ હોય પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો ઉપરોક્ત ઈસમો પાસેથી એ.ટી.એમ.કાર્ડ ક્લોન કરવા વપરાતું લેપટોપ, એ.ટી.એમ.કાર્ડ નો ડેટા મેળવવા વપરાતા ૨ સ્વાઇપ સ્કીમર મળેલા ડેટાને કાર્ડમાં રાઇટ કરી શકે તેવુ રાઇટર અલગ અલગ બેંકના ક્લોન કરેલા વીસ એ.ટી.એમ.કાર્ડ ૮૨.૫૦૦ ની રોકડ ૫ મોબાઇલ ૨.૫૦.૦૦૦ ની કિંમતની મહારાષ્ટ્ર પાસીંગની લકઝરી કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો સાથે આ ટોળકી ના ફરાર ઈસમને ઝડપવા તેમજ આ લોકોએ અન્ય ક્યા ક્યા ગુન્હા આચર્યાની વિગતો મેળવવા તેમને કેશોદ પોલીસને આરોપીઓ સોપાયા કેશોદ પોલીસે  ત્તેમના રીમાન્ડની માંગણી સાથે કોર્ટેમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

આ ટોળકીએ ગુજરાતના કેશોદ, વંથલી, ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, ભરૃચ, વાપી, સેલવાસ, દમણ, વલસાડ, ભુજ, અમદાવાદ,સહિત ના ૧૮ જીલ્લા તેયજ ૩૪ બેંક એકાઉન્ટ માથી રૂપિયા ઉપાડ્ગુયાનું પ્રાથમિક તપાસમાંજ ખુલવા પામ્યું હતું ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ,આસામ સહિત અનેક રાજ્યોમાં ગુન્હા ઓમા સંડોવાયેલા હોવાની પ્રાથમિક તપાસમાં કબુલાત આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.