Abtak Media Google News

અધિકારીઓએ રિપેરીંગની બાંહેધરી આપતા રસ્તો ખુલ્લો કરાયો

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે ત્યારે તળાજાથી રાજુલા સુધીનો ફોરલેનનું કામ હજુ અડધુ પણ પૂર્ણ થયું નથી. જેથી ધુળની ડમરીઓ અને બિસ્માર હાઇવેના કારણે રાજુલાના દાતરડી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે ત્યારે આ હેરાનગતિમાંથી ઉગરવા ગામ લોકોએ ચકકાજામ કર્યો હતો જો કે બાદમાં સમજાવટ બાદ અને રસ્તા રીપેરીંગની ખાત્રી બાદ રસ્તો ખુલ્લો કરાવાયો હતો.

ે જેમાં તળાજા થી રાજુલા સુધી નો ફોરલેન રોડ નું ૩૦ ટકા જેટલું પણ કામ પૂર્ણ થયું નથી જે એજન્સી ને કામ આપ્યું હતું તેની સામે પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરતાં છેલ્લા ધણાં સમયથી આ નેશનલ હાઇવેનું કામ ટલે ચડ્યું છે બીજી તરફ જૂનો નેશનલ હાઇવે અતિ બિસ્માર હાલતમાં છે દરરોજ અતિશય ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે તેનાં કારણે વાહનચાલકો અને આસપાસના ખેડૂતો, ગ્રામજનો સહિતના લોકો હેરાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા આ જૂના નેશનલ હાઇવેનું યોગ્ય સમારકામ પણ કરવામાં આવતું નથી તેનાં કારણે ઉબડખાબડ રસ્તાઓ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છતાં પણ તંત્ર અને સરકાર નાં પેટનું પાણી હાલતું નથી. આ ઉડતી ધૂળની ડમરીઓ કારણે રાજુલા તાલુકાના દાતરડી ગામના લોકો દ્વારા નેશનલ હાઇવે રોડ ચક્કાજામ કર્યો હતો અને ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી નાં અધિકારીઓ દ્વારા હાઈવે રિપેરિંગ કરવા માટે બાંહેધરી આપી હતી પરંતુ બે મહિના વતી જવાં છતાં  એક કલાક સુધી ચક્કાજામ કરતાં બે કિલોમીટર સુધી નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી ત્યાર બાદ પોલીસ તંત્ર અધિકારી સાથે વાત કરી ગ્રામજનો ને રસ્તા રિપેરિંગ માટે બાંહેધરી આપી હતી અને નેશનલ હાઇવે રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.