Abtak Media Google News

જનરલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો: ખેડુતોમાં ખુશાલી

રાજુલા તાલુકાનાં ખેડુત ખાતેદારોને તાલપત્રી તથા દવા છંટકાવ પંપમાં સહાય  આપવામાં આવશે. માર્કેટ યાર્ડ આ ઐતિહાસીક નિર્ણયથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં જનરલ બોર્ડ મીટીંગમાં નિર્ણય કર્યા મુજબ રાજુલા તાલુકાનાં ખેડુત ખાતેદાર ભાઇઓ માટે તાલપત્રીમાં રૂ. ૫૦૦/- માકેટ યાર્ડ  રાજુલા દ્વારા સહાયથી આપવામાં આવે છે. તેમજ બેટરીવાળા દવા છંટકાવ પંપમાં રૂ.૬૦૦/-માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા સહાયથી આપવામાં આવે છે. જે માટે રાજુલા તાલુકાનાં ખેડુત ભાઇઓએ ૭/૧૨, ૮-અ તથા આધારકાર્ડની ઝેરોક્ષ  આપવાની રહેશે. જે માટે રાજુલા તાલુકાનો ખેડુત ભાઇઓ વધારેમાં વધારે લાભ લે તે માટે માર્કેટ યાર્ડ રાજુલાની ઓફીસે સવારે ૧૦ થી ૧ તેમજ બપોરે ૩ થી પ વાગ્યા સુધી વિતરણ ચાલુ રહેશે. માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા ખેડુતોને આકસ્મીક વિમો રૂ.પચાસ હજાર આપવામાં આવે છે તેમજ માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા

ખેડુતભાઇઓને સસ્તુ ડીઝલ મળી રહે તે માટે જગ્યાની ફાળવણી કરી આપવામાં આવેલ છે. આ તમામ યોજનાનો ખેડુતભાઇઓ બહોળી સંખ્યામાં લાભ લે તે માટે માકેટ યાર્ડ રાજુલાની જનરી બોર્ડ મીટીંગમાં ચેરમેન જીજ્ઞેશભા એમ.પટેલ, વા.ચેરમેન સામતભાઇ બી.વાઘ, સદસ્ય ચીથરભાઇ જીં જીંજાળા, મનુભાઇ ડી. ધાખડા, શામજીભાઇ એલ ચૌહાણ, રમેશભાઇ વી.વસોયા, જશુભાઇ પી.ખુમાણ વિગેરે સદસ્યો ઉપસ્થિતમાં નકકી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.