Abtak Media Google News

વિધાનસભામાં કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરે લોક પ્રશ્નોની ઝડી વરસાવી

રાજુલાના યુવા ધારાસભ્ય અંબરીશભાઇ ડેર વિધાનસભા સત્રમાં વિવિધ વિભાગોમાં લોકોપયોગી અનેક પ્રશ્નોની ઝડી વરસાવેલ છે. રાજુલા જાફરાબાદ માં બેફામ દારુનું વેચાણ ચાલી રહેલ છે. દિવમાં છુટથી દારુ મળે છે. તુ રીતે રાજુલા-જાફરાબાદ માં છડેચોક દારુનું વિતરણ થઇ રહેલ છે જેનો ભોગ શ્રમજીવી પરિવારો થાય છે.

રાજુલા નજીક કાર્યરત અલ્ટ્રાટેક (નર્મદા) સીમેન્ટ કાું. ના માઇનીંગ સંબંધે પણ અંબરીશભાઇ ડેર દ્વારા પ્રશ્ન પુછવામાં આવેલ તેમાં તેઓએ એવો સવાલ પુછેલ કે ભલે કંપનીઓને માઇનીંગ માટે પરમીશન આપેલ હોય પરંતુ માઇનીંગ કઇ રીતે કરવું તેમાં તેઓએ એવું પુછેલ કે નર્મદા સીમેન્ટ કાું. અને બીજી કંપનીઓને દરીયાની સપાટીથી કેટલા અંતરે માઇનીંગ થઇ શકે તથા કેટલા ઉંડે સુધી માઇનીંગ કરવા માટેની જોગવાઇ છે? તેથી જવાબમાં ખાણ ખનીજ મંત્રીશ્રીને પણ તે બાબતી ખબર નહી હોવાનું જણાવેલ હતું.

ખાણ અને ખનીજ મંત્રી સૌરભ પટેલને માઇનીંગની ઉંડાઇ અને દરીયાનીસપાટીથી કેટલે દુર માઇનીંગ કરવાનું હોય તેની પણ મીનીસ્ટરને ખબર ન હોય.

શીપ બીલ્ડીંગ યાર્ડ વિકસાવવાની મંજુરી અંગે પુછેલા પ્રશ્નમાં જવાબમાં બંદર વિભાગ દ્વારા હકારમત જવાબ આપેલ છે. અને તેનો વિકાસ કરવા તેમજ મંજુરી સંબંધે પુછેલા પ્રશ્નને અંગે પર્યાવરણ-સીઆરઝેડ ની મંજુરી મેળવવાની કાર્યવાહી ગતિમાં છે. આ મંજુરી મળ્યેથી વિકાસકાર દ્વારા ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાના રહે છે.

તેમજ અમરેલી અને બોટાદ જીલ્લામાં કેટલા બાળકો ગુમ થયા તેની માહીતી વિધાનસભામાં માંગવામાં આવેલ જેના જવાબમાં ગૃહમંત્રી દ્વારા વર્ષ ૧-૧-૨૦૧૬ થી તા. ૩૧-૧૨-૧૬ સુધીમાં અમરેલીમાં ૬૯ તથા બોટાદમાં ૩૩ બાળકો ગુમ થયાની ફરીયાદ થયેલ છે.

તેમજ તા. ૧-૧-૨૦૧૭  થી ૩૧-૧૨-૧૭ ના વર્ષ માં અમરેલીમાંથી ૬૪ અને બોટાદમાંથી ર૪ બાળકો ગુમ થયેલ છે. જેમાંથી અમરેલીમાંથી ૯૦ બાળકો અને બોટાદમાંથી ૪૭ બાળકો પરત આવેલ છે.

તેમજ ૩૧-૧ર-૧૭ ની સ્થિતિએ અમરેલી અને જુનાગઢ જીલ્લામાં આવેલી સરકારી ગ્રાન્ડેડ અને ખાનગી શાળાઓ અને કોલેજો વિશે તેમજ તા. ૩૧-૨૨-૧૭ ની સ્થિતિએ અમરેલીનાં રાજુલા-જાફરાબાદ ખાંભા તાલુકામાં વેટ કે જીએસટી કે અન્ય વેરો બાકી હોય તેવા ઉઘોગગિક ગૃહોની માહીતી પાસે નથી અંબરશીભાઇ તેમજ અમરેલી અને ભાવનગર જીલ્લામાં રોજગાર કચેરીઓમાં કેટલા શિક્ષિત અને અર્ધશિણિત બેરોજગારો નોંધાયેલ છે. અને બે વર્ષમાં કેટલાને રોજગારી મળી જેમાંથી કેટલાને સરકારી અને કેટલાને ખાનગી રોજગારી મળી તેની વિગતો વિધાનસભા ગૃહમાં માંગેલ હતી.

તેમજ ખુબ જ અગત્યના મુદ્દો પણ શ્રી ડેર દ્વારા ગૃહમાં પુછવામાં આવેલ હતો. જેમાં અમરેલી અને બોટાદ જીલ્લામાં તા. ૩૧/૧૨/૧૭ ની સ્થિતિએ ઔઘોગિક એકમોમાં અકસ્માતે કારણે મૃત્યુ પામેલા શ્રમિકોના પરીવારને અને ઘાયલ શ્રમિકોને વર્કમેન કમ્પેન્સેશન કે અન્ય વળતર ચુકવવામાં આવેલ છે કે કેમ? તથા કેટલું વળતર ચુકવવામાં આવેલ છે તેની વિગતો માંગવામાં આવેલ હતી. તથા ઘાયલ શ્રમિકોને કેટલું વળતર આપવામાં આવ્યું તે પણ વિધાનસભામાં રજુઆત કરેલ હતી.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૦૭માં ટોરેન્ટ પાવર કાું. અમદાવાદ દ્વારા ૮૦૦૦ કરોડના પીપાવાવ-અમરેલીમાં ૨૦૦૦ મે.વોટ વિજ ઉત્પાદન કંપની સ્થાપવા એમઓયુ કરેલ હતા. તથા આ કંપની કેટલાક સમયથી શરુ થયેલ નથી. અને અનેક શરતભંગ થયેલ હોવાછતાં આ જમીન જીએસપીસી માંથી ટોરેસ્ટ ને જમીનો તબદીલ કરેલ જે પણ યથાવત સ્થિતિએ પડી રહેલ છે. તેના મુદ્દાઓ પણ ઊઠાવવામાં આવતા શ્રી ડેરની કામગીરી સરાહનીય હોવાનું જણાઇ આવે છે.અને વિધાનસભામાં ઊઠાવવામાં આવેલા પર્શ્નોને કારણે સમગ્ર તંત્ર સફાયુ જાગી ગયેલ છે અને કેટલાક તો કામગીરીઓ શરુ થઇ જવા પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.