Abtak Media Google News

સુરત ફરજ બજાવતા જતા એક વોરિયર સંક્રમિત થયા હતા, છતાં પંદર દિવસે પુન: ફરજ પર હાજર થઇને ઉમદા કામગીરીનો પરિચય આપ્યો

રાજુલા સિવીલ હોસ્પિટલના તબીબો અને નસીંગ સ્ટાફ કોરોના સંક્રમણમાં સુરત ખાતે ફરજ પર હાજર રહ્યા હતા જેમાંથી સ્ટાફના એક કોરોના વોરિયર્સ સંક્રમિત થયા હોવા છતાં સારવાર બાદ સાજા થઇ ફરજ પર પુન: લાગી ગયા હતા. ઉત્કૃષ્ટ ફરજ બજાવતા તબીબો અને નસીંગ સ્ટાફનો લોકોએ આભાર વ્યકત કર્યો છે.

કોરોના નામ સાંભળતા માણસો ભયભીત થઇ જાય છે. આવી ભયંકર મહામારીમાં રાજુલા સરકારી હોસ્પિટલમાંથી નસીંગ સ્ટાફના રવિભાઇ મોરી, દક્ષાબેન સરવૈયા, ગોમતિબેન ગોહિલ, વિલાસબેન ભટ્ટી, સમીરાબેન મકવાણા, સુરત ખાતે ડેપ્યુટેશન ઉપર ગયા હતા. જેમાંથી ગોમતિબેન ગોહિલ સંક્રમણનો ભોગ બન્યા હતા. પોઝીટીવ આવેલા બાકીના ચાર સ્વસ્થ પાછા ફર્યા ગોમતિબેનને હોસ્પિટલમાં પંદર દિવસ કોરન્ટાઇન કરેલ ફરી તેમનો ટેસ્ટ કરાતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી ગોમતિબેન તથા હોસ્પિટલનો તમામ સ્ટાફ ચિંતા મુકત થયો હતો. અને પુન: આ સ્ટાફ કોવિડ ઠેર સેન્ટરમાં પોઝેટીવ દર્દીઓની સારવારમાં લાગી ગયા ગોમતિબેનનો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલના અધિક્ષક આર.એમ.ઓ. શકિતરાજસિંહ ખુમાણ, ડો. હરેશભાઇ જેઠવા, ડો. વિનુભાઇ કળસરીયા, ડો. મુકેશભાઇ લલધણીયા, ડો. પીઠડીયા, મનોજભાઇ વાળાએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. કોરોનાથી આજે હરકોઇ ભયભીત છે ક્ધટેન્ટમેન્ટ ઝોન તરફ થવાની ડરતા લોકો પણ કહે છે કે પોતાની ચિંતા ન કરી ફકત દર્દીઓની સેવા કરતા આ લોકો પુરી નિષ્ઠાથી ફરજ બજાવે છે. આરોગ્ય વિભાગના ડો. નીલેશભાઇ કળસરીયા, સંજયભાઇ દવે રાજુલામાં જયા કેસ આવ્યો ત્યાં જઇ પુરી નિષ્ઠાથી ફરજ બજાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.