Abtak Media Google News

અમદાવાદના જમાલપુરસરદાર બ્રીજ સ્તિ વાલ્મીકિ સમાજના શ્રી મહાકાળી માતાજીનાં મંદિરનો રૂ..૨૧ કરોડના ખર્ચે નવનિર્માણ કરાશે

ગુજરાતનાં દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા નાના યાત્રાધામો જે આર્થિક, સામાજિક અને ભૌગોલિક દ્રષ્ટિએ પછાત છે તેવાં યાત્રાધામોમાં યાત્રાળુઓની સુવિધા માટેનાં વિકાસ કામોને અગ્રેસર બનાવવાનો નવતર અભિગમ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે અપનાવેલો છે. વાલ્મીકિ સમાજ એ ભારતીય સાંસ્કૃતિક ધરોહરનું આવશ્યક અને મજબૂત અંગ હોય અમદાવાદ શહેરના જમાલપુર સરદાર બ્રિજ પાસે રીવરફ્રન્ટની બાજુમાં આવેલા વાલ્મીકિ સમાજના આસ-શ્રધ્ધાના કેન્દ્ર સમાન પૌરાણિક મહાકાળી શક્તિપીઠ મંદિરનું વિકાસ અને નવ નિર્માણનું કામ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.૧.૨૧ કરોડના ખર્ચે હાથ ધરાયું છે. સરદાર બ્રિજ ક્વોટર્સના પરિસરમાં વર્ષોથી બિરાજતા મા આદ્યશક્તિ મહાકાળી માતાજી વાલ્મીકિ સમાજના સહિત લાખો લોકોનું ઉર્જાકેન્દ્ર છે.

આ શક્તિપીઠનાં જીર્ણોધારનું ભૂમિપૂજન કરીને વાલ્મીકિ સમાજ આયોજિત હોમાત્મક યજ્ઞમાં હાજરી આપ્યા બાદ મુખ્ય મહેમાનપદેી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવે એ જણાવ્યુ હતું કે, ગુજરાતના મુખ્ય આઠ યાત્રાધામોનો વિકાસ કરવાની સો દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલાં ર્આકિ, સામાજિક અને ભૌગોલિક દ્રષ્ટિએ પછાત નાના યાત્રાધામોમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે યાત્રાળુઓની સુવિધાનાં વિકાસ કામોને વેગવંતો બનાવવા માટે સક્રિય છે. રાજુભાઇ ધ્રુવે વધુમાં જણાવ્યુ હતું કે વાલ્મીકિ સમાજ એ ભારતીય સાંસ્કૃતિક ધરોહરનું અમૂલ્ય અને આવશ્યક અંગ છે. વાલ્મીકિ સમાજ દિવસભર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં શ્રમયજ્ઞ કરીને સ્વચ્છતાનો યજ્ઞ કરે છે. આ સિવાય વાલ્મીકિ સમાજે સદીઓી સ્વચ્છતા કાર્ય કરી સમાજની સર્વોત્તમ સેવા કરતા આવ્યા છે. જો હિંદુધર્મ-સંસ્કૃતિ ઉન્નત મસ્તકે વિદેશી ઝંઝાવતો સામે ટકી શક્યો હોય તો તેમા અન્ય સમાજો સમકક્ષ વાલ્મીકિ સમાજનું સમર્પણ, ખુમારી અને દેશભક્તિને કારણે શક્ય બન્યું છે. વાલ્મીકી સમાજનું સ્વચ્છતાનો શ્રમ યજ્ઞ બિરદાવવા લાયક છે.

આજે સમગ્ર ગુજરાતમાં વાલ્મીકી સમાજનાં ઈતિહાસમાં મહાકાળી શક્તિપીઠનું નવનિર્માણ કાર્ય સૌ પ્રમવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઈ રહ્યું છે જે ગૌરવ અને આનંદની વાત છે. આ તકે રાજુભાઈ ધ્રુવે વાલ્મીકિ સમાજને ખાતરી આપી હતી કે આવનાર દિવસોમાં આ ધાર્મિક સનક વાલ્મીકિ સમાજનું ઉર્જા અને લોક જાગૃતિનું ધમધમતું કેન્દ્ર બને તેમાં યાત્રાધામ વિકાસ બોર્ડનો સંપૂર્ણ સહયોગ રહેશે. આ પવિત્ર પ્રસંગે રાજુભાઈ ધ્રુવે કબ્બડ્ડીવીર શ્રી કિરણ પરમારનું સમ્માન કરી કહ્યું હતું કે, કિરણ પરમારે રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. મહાકાળી મંદિરના વિકાસ કામ માટે રાજુભાઇ ધ્રુવ ઉમેર્યું હતું કે ભાજપ સરકાર વાલ્મીકિ સમાજ સો છે અને તેમના હિતને જાળવવા હમેશા તત્પર છે.  પ્રાસંગિક પ્રવચનમાં સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી અને અમદાવાદના જગદીશ-જગન્ના મંદિરના મહંત દિલીપદાસ મહારાજે ઉપસ્તિ રહી ગુજરાત યાત્રાધામ બોર્ડના વિકાસના કાર્યને બિરદાવીને વાલ્મીકિ સમાજના સર્વાગી વિકાસ માટે આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે આ પ્રર્સંગે સંતો રામચંદ્ર મહારાજ, કિશોરગીરી બાપુ સમાજના અગ્રણીઓ પંકજભાઈ ચૌહાણ, અનિલભાઈ વાઘેલા, કબડી ખેલાડી કિરણ પરમાર, વિરલભાઈ ભાનુભાઇ ચૌહાણ, લક્ષ્મણભાઈ ચૌહાણ, હરજીવન ચૌહાણ, પી.એલ.ચૌહાણ, હિમતભાઈ સોલંકી, વિષ્ણુભાઈ ચૌહાણ, વિજયભાઈ વાઘેલા, લક્ષ્મણભાઈ વાઘેલા, હિતેશભાઇ ચૌહાણ, ધારાશાથી વિજયભાઇ અને અન્યો મહાનુભાવો ઉપસ્તિ રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.