Abtak Media Google News

દેશની એકતા,અખંડિતતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સુશાસનની વિચારધારાના પ્રણેતા અને જનસંઘ ભાજપના આરાધ્ય પુરુષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આજે નિર્માણ દિન નિમિત્તે અત્રે શ્રી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને શ્રી રાજુભાઇ ધ્રુવ અને અન્યોએ પુષ્પાંજલિ આપી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફાઉન્ડેશન સંસ્થાના સ્થાપક શ્રી રાજુભાઇ ધ્રુવ એ પંડિત દિન દયાળજીને ભાવાંજલી આપતાં જણાવ્યું હતું કે તેઓ મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, વક્તા, લેખક,પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા હતા. આ આદર્શ રાજપુરુષના સંકલ્પો પૂર્ણ કરીએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલી આપી ગણાશે આ પ્રસંગે સંસ્થાના સભ્યો પ્રદીપભાઈ માંડાણી, જીગ્નેશભાઈ લોટિયા, કિરીટભાઈ ગોરસિયા, જગદીશભાઈ રઘાણી, પંકજસિંહ જાડેજા, યજ્ઞેશભાઈ રઘાણી, રાજુભાઇ ધોળકિયા, અમીતભાઈ કાચલિયા, તુષારભાઈ ધાબલીયા, નીતિનભાઈ મહેતા, રાકેશ તલાટી, સૂરજ કાચલિયા, પંકજભાઈ ધોળકિયા, મનીષભાઈ શાહ, પ્રદીપભાઈ ધાબલીયા, આશીષભાઈ શ્રીમાંકર, ભાસ્કર ભાઈ, મનહરભાઈ ગાંધી, મહેન્દ્રભાઈ કનશારીયા, વિનિતભાઈ કનશારીયા, તરંગ ગગલાણી, ચેતનભાઈ લોટિયા, ચંદ્રેશભાઈ લોટિયા, ભાવિનભાઈ માંડાણી, નવીનભાઈ ભૂપતાણી, ગીરીશભાઈ ગોરસિયા વગેરે એ પણ પંડિત દિનદયાલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.