Abtak Media Google News

ત્રંબાના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને લોકડાઉનમાં સતત સહાય પહોંચાડી માનવ ધર્મ નિભાવ્યો

કોરોના ને લીધે અમલી બનેલા પ્રથમ  લોકડાઉનના સમય થી ૪થું લોકડાઉન જાહેર થયું ત્યાં સુધી  ઉદ્યોગ,ધંધા, રોજગાર બંધ રહેતા રોજિંદા કમાણી કરીને જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં આવી પડ્યા હતા. રાજકોટ ભાવનગર હાઇવે પર આવતા ત્રંબા – કસ્તુરબા ધામ ખાતે જરૂરતમંદ લોકોને સહાય પહોંચાડવામાં ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ નિમિત્ત બન્યા હતા.

લોકડાઉન ૧ ની શરૂઆત થી ૫૫  દિવસ દરમિયાન રાજુભાઈ ધ્રુવે બે તબક્કામાં ત્રંબા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ ગરીબ અને શ્રમિકોના  પરિવારોને રાશન કીટ્સ તથા રોકડ રકમ નું વિતરણ કર્યું હતું.લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ સુધી ૬૨ દિવસો દરમિયાન આ જરૂરિયાતમંદ  પરિવારો સાથે સમ્પર્ક જાળવી રાખી ઉપયોગી થવા નો પ્રયાસ જારી રાખ્યો છે.

રાજુભાઇ ધ્રુવ ગામના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને કચરો વીણતાં, પ્લાસ્ટિક વીણતાં અને ખેતમજૂરો ના પરિવારોની ઘેર ઘેર મુલાકાત લઇને તેમની વ્યથાને સાંભળીને યથાશક્તિ  હુંફ આપવાનો મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. આમાંના ઘણા પરિવારો નિરાધાર હતા અને ઘરમાં કોઇ કમાનાર વ્યક્તિ પણ ન હતી આવા અસરગ્રસ્ત પરિવારોને માનવતાની હૂંફ આપવાનું પ્રેરક કાર્ય રાજુભાઈ ધ્રુવે કર્યું છે.

રાજુભાઈ ધ્રુવે  ત્રંબા ખાતે ગામમાં રહેતા   આર્થિક રીતે  અત્યંત સાધારણ સ્થિતિ ધરાવતા ઘણા લોકોની વ્યક્તિગત રૂબરૂ  શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજકોટ શહેર થી થોડા દૂર ભાવનગર તરફ ના  રાજ્ય ધોરીમાર્ગ ઉપર  આવેલા

ત્રંબા ખાતે ગરીબ કુટુંબોની મુલાકાત લઈ તેમને મદદરૂપ થવા પ્રયત્ન કર્યો હતો. ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે તેઓ મદદ કરવાના તમામ પ્રયાસ કરશે એમ તેમણે જણાવ્યું હતું.

Hgj

વધુમા રાજુભાઈ દ્વારા જણાવવાાંમા આવ્યું હતું કે હાલ   લોકડાઉન દરમિયાન રાજકોટ -સૌરાષ્ટ્ર ની વિવિધ સંસ્થાઓ દ્વારા ગરીબો ની મદદ કરવામાં આવે છે પરંતુ બધા લોકો બધી જગ્યાએ પહોંચી શકતા નથી તેથી ઘણા લોકો તેનાથી વંચિત પણ રહે છે. અને તેથી જ અહી ત્રંબા ખાતે રહેતાં આ  ગરીબ લોકો માટે મદદ પહોંચાડવાનો નમ્ર પ્રયાસ  કરવામાં આવ્યો છે.

ખરા અર્થ માં છેવાડા ના માનવીઓ એટલે કે ખરેખર દરિદ્ર નારાયણ ની પૂજા અર્ચના ના આ સેવા યજ્ઞ માં રાજુભાઈ ધ્રુવ સાથે  સંજયભાઈ ત્રાપસીયા,જગદીશભાઈ રઘાણી સરપંચ નીતિનભાઈ રૈયાણી,ઉપ સરપંચ  મનુભાઈ ત્રાપસીયા,અગ્રણીઓ શ્રી રજનીભાઇ તથા  બટુકભાઈ ખૂંટ,મૂળજીબાપા ખૂંટ, કિરીટભાઈ ગોરસિયા , સંજયભાઈ લોટીયા,તેજસ ગોરસિયા, નવીનભાઈ ભૂપતાણી, રમેશભાઈ કાલાવડીયા વિગેરે સાથે જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.