Abtak Media Google News

ખનીજ ચોરી મામલે પણ રાજુલા ગોચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટ અને

હિતરક્ષક મંચ દ્વારા ગેરકાયદેસર કામગીરી બંધ કરવા રજુઆત કરાશે

આમ જોવા જઈએ તો રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં કંપનીનું રાજ હોય તે રીતે નત નવી કંપનીઓ પોતાને મનફાવે તે રીતે સરકારી અધિકારીઓને ખિસ્સામાં રાખીને મનમાની કરી રહેલ છે. રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં આવા કિસ્સાઓ બનતા જ રહે છે અને તેની સામે લોકો તો પોતાનો અવાજ ઉઠાવે છે.

પરંતુ ગરીબ અને સામાન્ય પ્રજા સામે કાયદાનો ડંડો ઉગામતા સરકારી બાબુઓ અને ગણાતા લોક સેવકો પણ જયારે કંપની વાત આવે ત્યારે જાણે કે, તેઓને કોઈ કાયદાઓ નડતા ન હોય તે રીતે કંપની મરજી મુજબ કામગીરી કરે છે અને આ કામગીરી દરમ્યાન મસલ્સ પાવરવાળા અને નડી શકે તેવા આગેવાનોને કંપનીઓ દ્વારા પોતાના હાથમાં લઈને પોતાની મનમાની લોકો ઉપર થોપી દયે છે.Img 20181122 Wa0023આવો જ એક કિસ્સો રાજુલા-જાફરાબાદ દરિયાકાંઠે આવેલ સ્વાન એનર્જી નામની કંપની દ્વારા આ કંપનીને જોકે પર્યાવરણીય લોક સુનાવણી બાદ કેવી રીતે મંજુરી મળે છે ? અને જો મંજુરી ન મળેલ હોય તો કોના આશીર્વાદ અને નેજા હેઠળ આ કંપનીએ કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

આ કંપની લોક સુનાવણી સમયે સાંજના ૬:૦૦ કલાક સુધી કોઈ કાર્યવાહી થયેલ નહીં અને પ્રેઝન્ટેશન પણ લોકોએ કરવાનું દિધેલ ન હોય છતાં આ કંપનીને મંજુરી કેવી રીતે આપી ? તેવો વૈદ્યક સવાલ પણ લોકોમાંથી ઉઠેલ છે. તેમજ આ કંપની દરિયાકાંઠાના વિસ્તારમાં જાણે કે હિટલરશાહી ચલાવતી હોય અને અધિકારીઓ પણ બેરોકટોક ખનીજ ઉપાડવાનું કામ શરૂ કરી દેવામાં આવેલ છે.

તેમજ આ ડમ્પરોમાં ૩૫ થી ૪૦ ટન ભરવામાં આવે છે. આ ડમ્પરોની કેપેસીટી ૨૨ થી ૨૪ ટનની જ હોય છે જેથી ઓવરલોડ પણ ભરવામાં આવે છે. જેના કારણે આ વિસ્તાર રોડ-રસ્તાઓને પણ ખુબ જ નુકસાન થાય છે પરંતુ સામાન્ય હેલ્મેટ કે સામાન્ય ગુન્હામાં રોફ જમાવતા આર.ટી.ઓના અધિકારીઓ દ્વારા પણ ઓવરલોડ વાહનોને ટચ પણ કરવામાં આવતા નથી શા કારણે ? કે પછી આમા પણ ખિસ્સા ગરમ થયેલા હોવાનું લોકમુખે સંભળાઈ રહેલ છે.

જયારે સ્વાન એનર્જી કંપનીને કઈ રીતે મંજુરી મળી તથા જો મંજુરી નથી મળી તો વગર મંજુરીએ કેમ કામ શરૂ કર્યું ? તે અંગે રજુઆત ગૌરક્ષા હિતરક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટ, રાજુલા દ્વારા પર્યાવરણ વિભાગ નવીદિલ્હી અને ગાંધીનગર તેમજ ગ્રીન ટ્રીબ્યુનલમાં કરવામાં આવશે અને ગેરકાયદેસર કામગીરી બંધ કરવા માટે રજુઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.